Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવર બ્રિજનું કરાશે લોકાર્પણ

Jamnagar: જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવર બ્રિજનું લોકાર્પણ કરાશે. જેમાં મુખ્યમંત્રીના પટના પ્રવાસને લઈ કાર્યક્રમ મોકુફ રખાયો છે. સવા ત્રણસો કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રિજ ખુલ્લો મુકાશે. ત્યારે તૈયાર થયેલ ઓવર બ્રિજના અતિ સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મહદઅંશે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે.
jamnagar  સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવર બ્રિજનું કરાશે લોકાર્પણ
Advertisement
  • Jamnagar: મુખ્યમંત્રીના પટના પ્રવાસને લઈ કાર્યક્રમ મોકુફ રખાયો
  • સવા ત્રણસો કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રિજ ખુલ્લો મુકાશે
  • શહેરમાં મહદઅંશે ટ્રાફિક સમસ્યાનું થશે નિરાકરણ

Jamnagar: જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવર બ્રિજનું લોકાર્પણ કરાશે. જેમાં મુખ્યમંત્રીના પટના પ્રવાસને લઈ કાર્યક્રમ મોકુફ રખાયો છે. સવા ત્રણસો કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રિજ ખુલ્લો મુકાશે. ત્યારે તૈયાર થયેલ ઓવર બ્રિજના અતિ સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મહદઅંશે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે.

જામનગર શહેર સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ છે

જામનગર શહેર સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી લાંબા 239 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિઝને આખરે તૈયાર કરી લેવાયો છે, અને તેનું આગામી તારીખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેથી તંત્ર દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

Jamnagar: આ બ્રિજની જાહેરાત વર્ષ 2020 માં કરવામાં આવી હતી

ફલાય ઓવર બ્રિજ કે જેની ક્ષમતાની ચકાસણી માટે ઓવરલોડ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, સાથે સાથે ભવ્ય લાઇટિંગ પણ ગોઠવી દેવામાં આવી છે. આ બ્રિજ સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા સર્કલ, અંબર સર્કલ અને નાગનાથ સર્કલ (સ્મશાન ચોકડી) ને સુભાષ બ્રિજ સાથે જોડે છે. આ બ્રિજની જાહેરાત વર્ષ 2020 માં કરવામાં આવી હતી. 2.29 કરોડના ખર્ચે બનેલો, 3,450 મીટર લાંબો આ ફ્લાયઓવર આ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સૌથી મહત્ત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ પૈકી એક છે.

જાહેર વ્યવસ્થા સુધીની કાર્યક્રમની તૈયારીઓનું સંકલન શરૂ કરી દીધું

ત્રણ વર્ષથી વધુ સમયથી જેનું બાંધકામ ચાલી રહ્યું હતું, તે આ બ્રિજ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે અને તેના અંતિમ નિરીક્ષણ તબક્કામાં છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય ઉદ્ઘાટન સમારોહ ટાઉન હોલ ખાતે યોજવાનું આયોજન છે. વહીવટી ટીમો, પદાધિકારીઓ સાથે મળીને, ટ્રાફિક વ્યવસ્થાપનથી લઈને જાહેર વ્યવસ્થા સુધીની કાર્યક્રમની તૈયારીઓનું સંકલન શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: PM-KISAN: વડાપ્રધાન મોદી ખેડૂતોને આપશે વધુ એકવાર ભેટ

Tags :
Advertisement

.

×