Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : શહેરમાં કાળમુખા કોરોનાએ ભરડો લીધો! નવા વોરિયન્ટે ચિંતા વધારી!

ગઈકાલે એક જ પરિવારનાં 4 સહિત 7 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 10 એક્ટિવ કેસ છે.
jamnagar   શહેરમાં કાળમુખા કોરોનાએ ભરડો લીધો  નવા વોરિયન્ટે ચિંતા વધારી
Advertisement
  1. Jamnagar માં કોરોનાનાં વધતા કેસોએ ચિંતા વધારી!
  2. ગઈકાલે એક જ પરિવારનાં 4 સહીત 7 નવા કેસ નોંધાયા
  3. પ્રવાસ બાદ પરત ફરેલા એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ
  4. હાલ જામનગરમાં કોરોનાનાં 10 કેસ એક્ટિવ, તમામ હોમ ક્વોરેન્ટાઇન
  5. સાવચેત રહેવા અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા નાગરિકોને અપીલ

ગુજરાત સહિત દેશભરમાં કાળમુખો કોરોના પગપેસારો કરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં કેસમાં (Corona Cases) સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં (Jamnagar) કોરોનાએ ભરડો લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગઈકાલે એક જ પરિવારનાં 4 સહિત 7 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 10 એક્ટિવ કેસ છે. તમામ કોરોનાં પોઝિવિટ દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન છે. એક જ પરિવારનાં 4 સભ્યોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે.

આ પણ વાંચો - Gandhinagar : કાંકરિયાના વિકાસ વખતે કોંગ્રેસ છેક કોર્ટમાં પહોંચી હતી- વડાપ્રધાન મોદી

Advertisement

Advertisement

ગઈકાલે એક જ પરિવારનાં 4 કોરોના પોઝિટિવ આવ્યા

ગુજરાતનાં જામનગરમાં (Jamnagar) કોરોના વાઇરસનાં નવા વેરિયન્ટે આરોગ્ય વિભાગ અને લોકોની ચિંતા વધારી છે. કોવિડ-19 ના (Covid-19) નવા વેરિયન્ટનાં કેસ શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે. માહિતી અનુસાર, ગઈકાલે એક પર પરિવારનાં 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ, જામનગરમાં અત્યાર સુધી કુલ 10 એક્ટિવ કેસ નોંધાયા છે. માહિતી અનુસાર, પરિવારના જે 4 સભ્યો કોરોનાગ્રસ્ત છે તેઓ કેરળનો પ્રવાસ ખેડી પરત જામનગર આવ્યા છે.

આ પણ વાંચો - Gujarat Rain : આજે ભારે પવન સાથે માવઠાની આગાહી, જાણો ક્યા પડ્યો ધોધમાર વરસાદ

અત્યાર સુધી 10 કેસ નોંધાયા, તમામ દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન

જામનગરમાં ગોકુલનગર, ઘાંચીવાડ અને ગરીબનાવાઝ પાર્ક વિસ્તારમાં કોરોના પોઝિટિવનાં કેસ (Corona Cases in Jamnagar) નોંધાયા છે. હાલ, તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન (Home Quarantine) છે અને સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, છેલ્લા અમુક દિવસથી જામનગરમાં કોરોના ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કોરોનાના કેસોમાં સતત વધારો થતાં મનપાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું. વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને કોરોનાની ગાઇડલાઇનને અનુસરવા અપીલ કરી છે. એમઓએચએ સલાહ આપતા જણાવ્યું કે, સગર્ભા મહિલાઓ, મોટી ઉંમરનાં લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો કે, સ્થિતિ નિયંત્રણમાં હોવાથી લોકોએ ગભરાવવાની જરૂર નહીં પરંતુ, સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો - PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદી બીજા દિવસની શરૂઆત પણ રોડ-શોથી કરશે, આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ

Tags :
Advertisement

.

×