Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Accident News: જામનગરની ઠેબા ચોકડી પાસે ટ્રકચાલકે એકસાથે 5 વાહનોને લીધા અડફેટે, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Jamnagar Accident News: જામનગર (Jamnagar) શહેરની ભાગોળે આવેલી વ્યસ્ત ઠેબા ચોકડી (Theba Crossroads) પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા ટ્રકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર પસાર થઈ રહેલા એક પછી એક પાંચ વાહનોને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકે એક મોટરસાયકલ, બે કાર અને એક વાનને (Van) અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
jamnagar accident news  જામનગરની ઠેબા ચોકડી પાસે ટ્રકચાલકે એકસાથે 5 વાહનોને લીધા અડફેટે  એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
Advertisement
  • Jamnagar માં ટ્રકચાલકે એકસાથે 5 વાહનોને લીધા અડફેટે
  • ટ્રકે એક બાદ એક મોટરસાયકલ, બે કાર અને એક વાનને ઠોકર મારી
  • અકસ્માતમાં અન્ય ચારેય વાહનોને નુકસાન પહોંચ્યું
  • મોટરસાયકલ ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
  • સિટી એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
  • પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી

Jamnagar Accident News: જામનગર (Jamnagar) શહેરની ભાગોળે આવેલી વ્યસ્ત ઠેબા ચોકડી (Theba Crossroads) પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા ટ્રકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર પસાર થઈ રહેલા એક પછી એક પાંચ વાહનોને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકે એક મોટરસાયકલ, બે કાર અને એક વાનને (Van) અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જામનગર (Jamnagar) ની ભાગોળે ઠેબા ચોકડી પાસે અકસ્માત

ટ્રકની સીધી ઠોકર વાગતા મોટરસાયકલ ચાલક ફંગોળાયો હતો અને તેને શરીરના ભાગે ઈજાઓ (Injuries) પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડ્યો હતો. જોકે, સદનસીબે અન્ય ચારેય વાહનોમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ વાહનોમાં મોટું નુકસાન (Damage) થયું છે.

Advertisement

Advertisement

સિટી એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

અકસ્માતની જાણ થતા જ જામનગર સિટી એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માર્ગ પરનો ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત સર્જનાર ટ્રકચાલકની અટકાયત (Detention) કરી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માત પાછળ ટ્રકની બ્રેક ફેલ થવી કે ચાલકની લાપરવાહી કારણભૂત છે તે અંગે તપાસ હાથ ધરી છે.

આ  પણ વાંચો: HMO Amitbhai Shah: Amitbhai Shah ના હસ્તે 'મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક' અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન

Tags :
Advertisement

.

×