Jamnagar : ત્રિપલ અકસ્માત! ખંભાળિયા-જામનગર હાઈવે પર બે કાર-ટ્રેક્ટર ધડાકાભેર અથડાયા!
- Jamnagar માં ખંભાળિયા-જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતની દુર્ઘટના
- નાધેડીનાં પાટીયા પાસે બે કાર અને ટ્રેકટર વચ્ચે ટક્કર થતા બે લોકો ઇજાગ્રસ્ત
- ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
- અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી
Jamnagar : રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના જામનગરમાંથી સામે આવી છે. ખંભાળિયા-જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. બે કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જીજી હોસ્પિટલ (GG Hospital) ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, સ્થાનિક પોલીસ અને લોકોએ કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : પોલીસ કૉન્સ્ટેબલ સાથેની લૂંટારૂ ગેંગ હીરાની લૂંટ ચલાવે તે પહેલાં કેવી રીતે પકડાઈ ગઈ ?
એક બલેરો, લક્ઝુરિયસ કાર અને ટ્રેક્ટર એકબીજા સાથે ધડાકાભેર અથડાયા
પ્રાથમિક વિગત અનુસાર, જામનગરનાં (Jamnagar) ખંભાળિયા-જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતની દુર્ઘટના બની છે. નાધેડીના પાટીયા પાસે એક બલેરો, લક્ઝુરિયસ રેન્જ રોવર કાર અને ટ્રેક્ટર એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્તોની મદદે આવી હતી. અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવમાં આવ્યા છે. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - Vadtaldham સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં જરૂરિયાતમંદોને ચંપલોનું વિતરણ
હાઈવે પર ત્રિપલ અકસ્માત થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી
ખંભાળિયા-જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત થતાં ટ્રાફિક જામની (Traffic Jam) સ્થિતિ સર્જાઈ હતી. હાઇવે પર વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી. જો કે, સ્થાનિક પોલીસ અને લોકોએ કામગીરી હાથ ધરીને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો, જેથી વાહનોની અવરજવર ફરીથી શરૂ થઈ છે. જણાવી દઈએ કે, આ ગોઝારા ત્રિપલ અકસ્માતમાં બંને કારને મોટું નુકસાન થયું છે જ્યારે ટ્રેક્ટર પલટી માર્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Bhavnagar: હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના, અનેક વન્ય પ્રાણીઓ કરે છે વસવાટ