Jamnagar: Love Marriage નો કરુણ અંજામ, સાળાએ જ મિત્ર સાથે મળી બનેવીને રહેંસી નાખ્યો!
- Jamnagar Murder Case: પ્રેમ લગ્નની અદાવતમાં ભાઈએ બહેનનું ઘર ભાગ્યું
- વંડાફળી વિસ્તારમાં યુવાનની ઘાતકી હત્યાનો મામલો
- નિલય અશોકભાઈ કુંડલિયા નામના યુવાનની ઘાતકી હત્યા
Jamnagar Murder Case: જામનગરમાં ફરી એકવાર લોહિયાળ ઘટના જામનગર (Jamnagar) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ભરચક ગણાતા વંડાફળી (Vandafali) વિસ્તારમાં એક યુવાનની ધોળા દિવસે ઘાતકી હત્યા (Murder) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ હત્યા પાછળ પ્રેમ લગ્ન (Love Marriage) જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Jamnagar Murder Case: નિલય કુંડલિયાની કરપીણ હત્યા
મૃતક યુવાનની ઓળખ નિલય અશોકભાઈ કુંડલિયા (Nilay Ashokbhai Kundaliya) તરીકે થઈ છે. નિલય પર છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફાળ પડી ગઈ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ શું હવે સુરત બાદ Amreli બનશે નવું Diamond Hub? જાણો ડાયમંડ એસોસિએશનનો પ્લાન!
Jamnagar Murder Case: સાળાએ જ બનેવીનું લોહી વહેવડાવ્યું!
પોલીસ તપાસમાં જે વિગતો ખુલી છે તે ચોંકાવનારી છે. મૃતક નિલયે પ્રેમ લગ્ન કર્યા હતા, જે તેના સાળાને મંજૂર નહોતા. આ અદાવત રાખીને તેના સાળા મનીષ મોરીએ (Manish Mori) પોતાના મિત્ર સોહિલ સોઢા (Sohil Sodha) સાથે મળીને નિલયની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંને આરોપીઓએ મોકો જોઈ નિલય પર હુમલો કર્યો હતો અને ઘાતકી રીતે તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
Jamnagar : જામનગરમાં પ્રેમ લગ્નનો વધુ એક કરુણ અંજામ
વંડાફળી વિસ્તારમાં નિલય અશોકભાઈ કુંડલિયાની ઘાતકી હત્યા
છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ રીતે હત્યા નિપજાવાઈ
યુવાનના સાળાએ મિત્ર સાથે મળી હત્યા કરી હોવાનો ખુલાસો
હત્યાના કેસમાં બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા#Gujarat #Jamnagar… pic.twitter.com/PCc62x2vo9— Gujarat First (@GujaratFirst) January 24, 2026
Jamnagar Murder Case: સાળા અને તેના મિત્રને પકડ્યા
ઘટનાની ગંભીરતાને જોઈને જામનગર પોલીસે (Jamnagar Police) તુરંત અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ (Technical Analysis) અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ જામનગર છોડીને ભાગવાની પેરવીમાં છે. પોલીસે પીછો કરીને કાલાવડ (Kalavad) નજીક આવેલા સાતુદળ (Satudal) ગામના સીમ વિસ્તારમાંથી બંને આરોપીઓને દબોચી લીધા હતા.
3 દિવસના રિમાન્ડ
આરોપી મનીષ મોરી અને તેનો જૂનાગઢનો (Junagadh) મિત્ર સોહિલ સોઢા હાલ પોલીસ પાંજરે પુરાયા છે. પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી સત્તાવાર ધરપકડ કરી હતી. આજે બંનેને કોર્ટમાં (Court) હાજર કરવામાં આવતા, પોલીસે વધુ તપાસ અને ગુનામાં વપરાયેલ હથિયાર મેળવવા માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે.
આ પણ વાંચોઃ Jamnagar: તપાસમાં કોઈ પુરાવા ના મળ્યા, પોલીસે 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા


