Jamnagar : વંદે ભારત ટ્રેનની અડફેટે 2 યુવાનોના કરુણ મોત, અંધાશ્રમ ફાટક નજીક દુર્ઘટના
જામનગરમાં રેલવે ફાટક નજીક બનેલી એક ગંભીર ઘટનાએ બે યુવાનોના જીવ લીધા હોવાની માહિતી સામે આવી છે. ઝડપી ટ્રેનની અડફેટે આવેલા બંને વ્યક્તિઓના મોત બાદ રેલવે પોલીસ તપાસમાં જોડાઈ છે. પ્રાથમિક વિગતો અકસ્માતના સંજોગો તરફ ઇશારો કરે છે, પરંતુ હજુ અનેક બાબતો સ્પષ્ટ થવાની બાકી છે.
Advertisement
Jamnagar Vande Bharat Accident: જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે યુવાનોનાં મોત નીપજ્યાં હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના અંધાશ્રમ ફાટક નજીક બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી જતાં તેમના કરુણ મોત થયાં હતાં. પ્રાથમિક માહિતી અનુસાર, બંને વ્યક્તિઓ રેલવે ફાટક ઓળંગી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

