ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: મેહુલભાઈ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, સતત 13 કલાક સુધી રાખ્યા કેમેરા સામે...

Jamnagar: ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં અત્યારે ડિજિટલ અરેસ્ટના કેસો વધી રહ્યાં છે. ગુજરાતના જામનગરમાં પણ ફરી એક ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે.
07:49 AM Jan 28, 2025 IST | VIMAL PRAJAPATI
Jamnagar: ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં અત્યારે ડિજિટલ અરેસ્ટના કેસો વધી રહ્યાં છે. ગુજરાતના જામનગરમાં પણ ફરી એક ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે.
Digital Arrest Case
  1. CBI અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો હવાલો આપી લાખો રૂપિયા પડાવ્યાં
  2. 10 માસ પૂર્વે સતત 12 કલાક ડિજિટલ અરેસ્ટ રખાયા હતાં
  3. આજીવન કેદની સજા સુધીની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા

Jamnagar: ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં અત્યારે ડિજિટલ અરેસ્ટના કેસો વધી રહ્યાં છે. ગુજરાતના જામનગરમાં પણ ફરી એક ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા કર્મચારી મેહુલભાઈ રમાકાંતભાઈ પંજીને ડિજિટલ ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો હવાલો આપી તપાસના નામે 13 લાખ રૂપિયા ઓનલાઇન પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Surat : ફ્લેટમાં લાગી આગ, NRI યુવતીનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યૂ

મેહુલભાઈને સતત 13 કલાક ડિજિટલ અરેસ્ટ રખાયા

ખાસ કરીને વાત કરવામાં આવે તો, 10 માસ પૂર્વે પ્રૌઢ મેહુલભાઈને સતત 13 કલાક ડિજિટલ અરેસ્ટ રખાયા હતાં. ડ્રગ્સ સબંધિત એનડીપીએસ કેસમાં આજીવન કેદની સજા સુધીની ધમકી આપી રૂપિયા પડાવી લેવાયા હતાં. અત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દીધી છે. જામનગરમાં બનેલા ડિજિટલ અરેસ્ટના કેસમાં હવે વધારે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે અનેક વખત સૂચનાઓ આપી છે કે, પોલીસ ક્યારેય કોઈને ડિજિટલ નથી કરતી! આવો કોઈ કોલ કે મેસેજ આવે તો સત્વરે પોલીસને જાણ કરો અને આમાં ના ફસાઓ પરંતુ છતાં અનેક લોકો ડિજિટલ અરેસ્ટનો શિકાર બનતા હોય છે.

આ પણ વાંચો: Ahmedabad : ગૌશાળામાં ગાયોની દુર્દશાનાં આ દ્રશ્યો મનને વિચલિત કરી દેશે!

જાણો શું છે આ સાયબર ક્રાઈમ ડિજિટલ અરેસ્ટ?

તમને જણાવી દઈએ કે, ડિજિટલ અરેસ્ટ એ સાયબર ગુનો છે. આ ગુનામાં અપરાધીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની જાણકારી ચોરી કરીને, તેમને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ડિજિટલ અરેસ્ટમાં અપરાધીઓ ધમકી આપે છે કે જો તેમની માંગ પૂર્ણ નહીં કરવામાં આવે, તો પીડિતની તસવીરો અથવા જાણકારી સાર્વજનિક કરી દેવામાં આવશે. ડિજિટલ અરેસ્ટમાં ઓનલાઈન લૂંટારુંઓ નકલી IPS અથવા CBI ઓફિસર બનીને હાઈપ્રોફાઈલ લોકોને ધમકી આપે છે. જેથી આવા કોલથી સાવધાન રહેવું જોઈએ.

આ પણ વાંચો: Morbi : SMC ની રેડ બાદ PSI અને ઈન્ચાર્જ ASI સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ!

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Crime NewsDigital ArrestDigital Arrest CaseDigital arrest case NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsJamnagarJamnagar Crime NewsJamnagar Digital arrest caseLatest Gujarati Newsvictim
Next Article