ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar:મહિલાએ ગલૂડિયાને સ્કૂટી પાછળ બાંધી ઢસડ્યું, Viral Video

જામનગરમાં એક મહિલાનો પશુ ક્રૂરતાનો વિડિઓ વાયરલ પોતાના ટુ વહીલર સાથે દોરી બાંધી માસુમ ગલુડિયું બાંધ્યું ગલૂડિયાને સ્કૂટી સાથે બાંધી ઢસેડયું Jamnagar Viral Video : જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી...
01:18 PM Jan 08, 2025 IST | Hiren Dave
જામનગરમાં એક મહિલાનો પશુ ક્રૂરતાનો વિડિઓ વાયરલ પોતાના ટુ વહીલર સાથે દોરી બાંધી માસુમ ગલુડિયું બાંધ્યું ગલૂડિયાને સ્કૂટી સાથે બાંધી ઢસેડયું Jamnagar Viral Video : જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી...
Viral Video

Jamnagar Viral Video : જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલા(Woman)એ ક્રૂરતાની હદ વટાવી છે. મુંગા પ્રાણી સાથેના અત્યાચારનો વીડિયો વાયરલ( Viral Video) થતાં સંસ્કારી મહિલા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

મહિલાએ ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો

મંગળવારે મહિલાએ પોતાના સ્કૂટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાનના બચ્ચા ગલૂડિયાને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધું હતું, અને ત્યારબાદ સ્કૂટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો.

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/mediaec190010-cd94-11ef-af65-81545c3e11b1.mp4

આ પણ વાંચો -Jamnagar: શહેરના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર

પશુ પ્રેમીઓમાં રોષ

જેમાં શ્વાનના બચ્ચાના બન્ને આગળના પગ ઢસડાયા હતા, અને ઇજાગ્રસ્ત બનીને ચીસાચીસ કરી મૂકી હતી. જેને લઈને કેટલાક પશુ પ્રેમીઓએ આ ઘટનાની નિંદા કરી હતી અને સંસ્કારી મહિલા સામે ફિટકારની લાગણી વર્ષાવી હતી. દરમિયાન એક પશુ પ્રેમી એવા સ્થાનિક નાગરિકે શ્વાનના ઇજાગ્રસ્ત બચ્ચાને જામનગરના એક ખાનગી પશુ દવાખાનામાં લઈ જઈ તેની સારવાર કરાવડાવી હતી.આ મહિલા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમજ તેના પતિ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. આવા સંસ્કારી પરિવારની મહિલા દ્વારા કરવામાં આવેલા આ અધમ કૃત્યને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Tags :
crossing the lineDraggedforest departmentGujaratFirstJamnagar Newspolice investigationpuppyTwo-wheelerviral videoWoman's crueltyમહિલાની ક્રૂરતા
Next Article