Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: સક્કરબાગ ઝૂમાં વિદેશી મહેમાનનું આગમન! જુઓ પહેલીવાર જન્મેલું બાળ ઝીબ્રા

જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રથમ વખત આફ્રિકન પ્રજાતિના પ્લેન્સ ઝીબ્રાનું (Plains Zebra) સફળ બ્રીડિંગ થયું છે. જાન્યુઆરી 2025માં જામનગરથી લવાયેલી જોડીમાં માદા ઝીબ્રાએ બચ્ચાને જન્મ આપતા વન વિભાગમાં ભારે ઉત્સાહ છે. સિંહના સંવર્ધન બાદ આ બીજી મોટી સફળતા છે, જે આગામી સમયમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
junagadh  સક્કરબાગ ઝૂમાં વિદેશી મહેમાનનું આગમન  જુઓ પહેલીવાર જન્મેલું બાળ ઝીબ્રા
Advertisement
  • Junagadh ના સક્કરબાગ ઝૂ માટે વધુ એક ગૌરવની ક્ષણ
  • સિંહના સંવર્ધન માટે જાણીતા પ્રાણીસંગ્રહાલયમાં હવે ઝીબ્રાનું સફળ બ્રીડિંગ
  • સક્કરબાગ ઝૂમાં પ્રથમ વખત માદા ઝીબ્રાએ બચ્ચાને જન્મ આપ્યો

Junagadh: ગુજરાતના (Gujarat) વન્યજીવ પ્રેમીઓ માટે જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય (Sakkarbaug Zoo) તરફથી અત્યંત આનંદદાયક અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એશિયાઈ સિંહોના (Asiatic Lions) સફળ સંવર્ધન માટે સમગ્ર વિશ્વમાં જેનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે, તેવા સક્કરબાગ ઝૂએ હવે વિદેશી પ્રાણીઓના સંવર્ધનમાં પણ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અહીં પ્રથમ વખત માદા ઝીબ્રાએ (Zebra) એક તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે, જે પ્રાણીસંગ્રહાલયના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે.Sakkarbaug Zoo, Junagadh Wildlife, Zebra Breeding Gujarat_GujaratFirst 2

જામનગરથી એક જોડીને લવાઈ હતી

ઉલ્લેખનીય છે કે, વન્યજીવોના આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ જાન્યુઆરી 2025 માં જામનગર (Jamnagar) થી ઝીબ્રાની (Zebra) એક જોડી સક્કરબાગ ખાતે લાવવામાં આવી હતી. આ જોડીને લાવવા પાછળનો મુખ્ય હેતુ જૂનાગઢમાં (Junagadh) વિદેશી પ્રાણીઓનો વંશવેલો વધારવાનો અને પ્રવાસીઓને નવું આકર્ષણ પૂરું પાડવાનો હતો. ઝીબ્રાની આ જોડી લાવ્યા બાદ ઝૂના અનુભવી ક્યુરેટર્સ અને વેટરનરી ડોક્ટરો (Veterinary Doctors) દ્વારા તેમની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી હતી. ખાસ કરીને માદા ઝીબ્રાના (Female Zebra) આહાર અને પર્યાવરણને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી હતી, જેના ફળસ્વરૂપે હવે સક્કરબાગમાં ઝીબ્રાના કુટુંબમાં વધારો થયો છે.

Advertisement

નિષ્ણાંતોની સતત દેખરેખ

હાલમાં જન્મેલા બાળ ઝીબ્રા (Baby Zebra) અને તેની માતાને અત્યારે આઈસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યા છે, જેથી ઇન્ફેક્શન કે અન્ય કોઈ ખતરો ન રહે. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા 24 કલાક તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આગામી થોડા અઠવાડિયામાં જ્યારે બચ્ચું વાતાવરણ સાથે સંપૂર્ણ રીતે અનુકૂળ થઈ જશે, ત્યારે તેને જાહેર જનતાના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઝીબ્રાના આ નવજાત મહેમાનને જોવા માટે અત્યારથી જ વન્યપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Advertisement

Sakkarbaug Zoo, Junagadh Wildlife, Zebra Breeding Gujarat_GujaratFirst 111

આફ્રિકન પ્લેન્સ ઝીબ્રાની સામાજિક લાક્ષણિકતાઓ

સક્કરબાગમાં જે પ્રજાતિના ઝીબ્રા જોવા મળે છે તેને 'પ્લેન્સ ઝીબ્રા' (Plains Zebra) કહેવામાં આવે છે, જે મૂળભૂત રીતે આફ્રિકા (Africa) ખંડનું પ્રાણી છે. આ પ્રજાતિ તેની સામાજિક પ્રકૃતિ માટે જાણીતી છે. કુદરતમાં આ પ્રાણીઓ હરેમ (Harem) તરીકે ઓળખાતા નાના જૂથોમાં રહે છે, જેમાં એક નર સાથે અનેક માદાઓ અને તેમના બચ્ચાઓ સામેલ હોય છે. સક્કરબાગ ઝૂમાં પણ તેમને કુદરતી રહેઠાણ જેવું જ વાતાવરણ પૂરું પાડવા માટે વન વિભાગ (Forest Department) દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, જેથી તેઓ તણાવમુક્ત રહી શકે અને સફળતાપૂર્વક પ્રજનન કરી શકે.

આ પણ વાંચોઃ Bhavnagar: પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×