Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Lionel Messi in India : દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી જામનગરમાં, જાણો આવતીકાલનો કાર્યક્રમ!

Lionel Messi in India: Legendary footballer Lionel Messi in Jamnagar, know tomorrow's program!
lionel messi in india   દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી જામનગરમાં  જાણો આવતીકાલનો કાર્યક્રમ
Advertisement
  1. જામનગર એરપોર્ટ પર લિયોનેલ મેસ્સીનું આગમન (Lionel Messi in India)
  2. VVIP કાફલા દ્વારા રિલાયન્સનાં વનતારા જવા રવાના
  3. મેસ્સી આજે જામનગરમાં જ કરશે રાત્રિ રોકાણ
  4. આવતીકાલે સવારે વનતારાની લેશે મુલાકાત
  5. અનંત અંબાણી અને રાધિકા અંબાણી સાથે રહેશે

Jamnagar : આર્જેન્ટિનાનાં દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi in India) હાલ ભારતનાં પ્રવાસે છે. આજે મોડી સાંજે મેસ્સી જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પરથી VVIP કાફલા દ્વારા રિલાયન્સનાં વનતારા (Vantara) જવા તેઓ રવાના થયા છે. મેસ્સી આજે જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે સવારે વનતારાની મુલાકાત લેશે. દરમિયાન, વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાનાં સ્થાપક અનંત અંબાણી (Anant Ambani) અને તેમના પત્ની રાધિકા અંબાણી (Radhika Ambani) પણ સાથે રહેશે. મેસ્સીનાં જામનગર આગમનથી ફેન્સની ભારે ભીડનાં પગલે પોલીસે તમામને એરપોર્ટ બહાર ખસેડ્યા છે.

આ પણ વાંચો - Jay Shah Gift Messi : ICC ચેરમેન જય શાહે સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીને આપી ખાસ ભેટ

Advertisement

Advertisement

Lionel Messi in India, જામનગર પહોંચ્યા મેસ્સી, વનતારા જવા રવાના

ફુટબોલ જગતના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સી તેમના ભારત પ્રવાસ (Lionel Messi in India) દરમિયાન આજે મોડી સાંજે જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પરથી VVIP કાફલા સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનાં વનતારા જવા નીકળ્યા છે. લિયોનેલ મેસ્સીનું જામનગરમાં (Jamnagar) આગમન થતાં એરપોર્ટ વિસ્તરામાં તેમના ફેન્સની ભારે ભીડ જોવા મળી છે. પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેસ્સી વનતારા જવા નીકળ્યા છે. માહિતી અનુસાર, લિયોનેલ મેસ્સી (Lionel Messi) આજે વનતારા ખાતે જ રાત્રિરોકાણ કરશે. ત્યાર બાદ આવતીકાલે સવારે વનતારાની મુલાકાત લેશે.

આ પણ વાંચો - GOAT India Tour : વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સી અને તેંડુલકરની મુલાકાત, જાણો ભેટમાં શું આપ્યું

ICCના અધ્યક્ષ જય શાહે મેસ્સીને આપી અનોખી ભેટ

દરમિયાન, તેમની સાથે વનતારાનાં સ્થાપક અનંત અંબાણી (Anant Ambani) અને તેમના પત્ની રાધિકા અંબાણી પણ સાથે રહેશે. જણાવી દઈએ કે, મેસ્સી 13 ડિસેમ્બરથી ભારતનાં પ્રવાસે છે. તેમનાં આ ટુરને 'GOAT India Tour' નામ આવવામાં આવ્યું છે. પ્રવાસનાં પ્રથમ દિવસે મેસ્સીએ કોલકાતા અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ રવિવારે મુંબઈમાં સુઆરેઝ અને ડી પોલ સાથે પેડલ ઇવેન્ટમાં મેસ્સીએ ભાગ લીધો હતો. વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટનાં ભગવાન સચિન તેંડુલકર (Sachin Tendulkar), મહાન ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી (Sunil Chhetri), અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) સાથે મુલાકાત કરી અને ફ્રેન્ડલી મેચ રમી. સોમવારે દિલ્હીમાં ICCના અધ્યક્ષ જય શાહે (Jay Shah) મેસ્સીને T20 વર્લ્ડ કપ માટે આમંત્રણ ટિકિટ અને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ભેટમાં આપી સન્માન કર્યું હતું. ઉપરાંત, દિગ્ગજ ક્રિકેટરોના ઓટોગ્રાફવાળું બેટ પણ ભેટમાં આપ્યું હતું.

આ પણ વાંચો - GOAT Messi India Tour 2025 : કોલકતા-હૈદરબાદ બાદ હવે મેસ્સી મુંબઈમાં! જાણો તેમનો આજનો Schedule

Tags :
Advertisement

.

×