Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Lionel Messi: મેસ્સીએ જામનગરના વનતારાની લીધી મુલાકાત, G.O.A.T ઇન્ડિયા પ્રવાસનું કર્યું સમાપન

Lionel Messi: ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ મંગળવારે ગુજરાતના જામનગર એરપોર્ટ પર ભારતને અલવિદા કીધું છે. આ પહેલા, મેસ્સીએ અનંત અંબાણીના આમંત્રણ પર વનતારા વન્યજીવન બચાવ અને સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
lionel messi  મેસ્સીએ જામનગરના વનતારાની લીધી મુલાકાત   g o a t ઇન્ડિયા પ્રવાસનું કર્યું સમાપન
Advertisement
  • Lionel Messi: મેસ્સીએ જામનગરના વનતારાની લીધી મુલાકાત
  • આ સાથે જ G.O.A.T ઇન્ડિયા પ્રવાસનું કર્યું સમાપન
  • મેસ્સીએ ભારતના 4 શહેરની લીધી મુલાકાત
  • સન્માન સમારોહમાં મહાનુભાવો રહ્યાં હતા ઉપસ્થિત

Lionel Messi : ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ મંગળવારે ગુજરાતના જામનગર એરપોર્ટ પર ભારતને અલવિદા કીધું છે. આ પહેલા, મેસ્સીએ અનંત અંબાણીના આમંત્રણ પર વનતારા વન્યજીવન બચાવ અને સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. જામનગરમાં મેસ્સીના GOAT ઇન્ડિયા પ્રવાસ 2025 ના અંતિમ સ્થળ હતું, જે તેમના ખૂબ જ અપેક્ષિત ભારત પ્રવાસનું ઔપચારિક સમાપન હતું.

ઐતિહાસિક ચાર શહેરોનો કર્યો પ્રવાસ

GOAT ઇન્ડિયા પ્રવાસ 2025 દરમિયાન, મેસ્સીએ (Lionel Messi) ભારતના ચાર શહેરોની મુલાકાત લીધી હતી. જેમાં કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રવાસનો ભવ્ય સમાપન 15 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં થયો હતો, જ્યાં વિશાળ ચાહકોની હાજરીએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

Advertisement

મીડિયા રિપોર્ટસ અનુસાર આ મેસ્સીનો પ્રથમ એવો પ્રવાસ હતો જેમાં તે એક કરતા વધારે શહેરોની મુલાકાત લીધી હતી. જેણે ભારતીય ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ પેદા કર્યો હતો.

Advertisement

દિલ્હીમાં ગ્રાન્ડ ફિનાલેનું કર્યું હતું આયોજન

પ્રવાસનું મુખ્ય આકર્ષણ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ હતો. મેસ્સી ઓલ સ્ટાર્સ અને સેલિબ્રિટી મેસ્સી ઓલ સ્ટાર્સ વચ્ચે એક સેલિબ્રિટી ફૂટબોલ મેચ રમાઈ હતી. મેચ પછી, મેસ્સી મેદાન પર આવ્યો અને બંને ટીમોના ખેલાડીઓ સાથે વાતચીત કરી.

ત્યારબાદ મેસ્સીએ (Lionel Messi) યુવા ફૂટબોલરો સાથે સમય વિતાવ્યો હતો, લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલને બોલ પાસ કર્યો, જેનાથી ઉભરતા ખેલાડીઓ માટે તે એક અવિસ્મરણીય ક્ષણ બની હતી.

સન્માન સમારોહમાં મહાનુભાવો રહ્યાં હતા ઉપસ્થિત(Lionel Messi)

આ કાર્યકર્મનું સમાપન એક ભવ્ય સ્ટેજ સમારોહ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભાવોની હાજરી આપી હતી. ICC ચેરમેન જય શાહ, DDCA પ્રમુખ રોહન જેટલી અને ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાએ પણ હાજરી આપી હતી.

મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતાની લીધી હતી મુલાકાત

મુંબઈમાં, મેસ્સીએ વાનખેડે સ્ટેડિયમમાં હાજરી આપી હતી, જ્યાં તે સુનિલ છેત્રી અને સચિન તેંડુલકરને મળ્યો હતો. હૈદરાબાદમાં, મેસ્સીએ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 7-ઓન-7 પ્રદર્શન મેચ રમી અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને રાહુલ ગાંધીને પણ મળ્યા. જોકે, કોલકાતામાં મેસ્સીનો પહેલો સ્ટોપ અંધાધૂંધીથી ભરાઈ ગયો, જેમાં દર્શકોએ VIP મુવમેન્ટ પર નારાજગી વ્યક્ત કરી.

આ પણ વાંચો : Virat Kohli Vrindavan: વિરાટ-અનુષ્કા ફરી પ્રેમાનંદ મહારાજના શરણે, જાણો શું પૂછ્યું?

Tags :
Advertisement

.

×