Jamnagar Election 2026: મહાપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ
Jamnagar Election: 63 બેઠક પર 206 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ
જામનગર મહાનગરપાલિકાની એક બેઠક બિન હરીફ
જિલ્લા પંચાયતની 24 બેઠક પર 76 ઉમેદવારો મેદાને
6 તાલુકા પંચાયતની 107 બેઠક પર 326 ઉમેદવારો મેદાને
જિ.પં.માં ત્રણ અને છ તા.પં.માં 13 ફોર્મ પાછા ખેંચાયા
6 તાલુકા પંચાયતની પાંચ બેઠક થઈ બિનહરીફ
બિન હરીફ થયેલ તમામ બેઠક પર ભાજપાના ઉમેદવારો
જામનગર જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ફેક્ટ ફાઇલ
Jamnagar Local Body Polls 2026: જામનગર (Jamnagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતાની સાથે જ હવે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation), જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) અને સિક્કા નગરપાલિકા (Sikka Municipality) માં સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
જામનગર મહાનગરપાલિકા: 63 બેઠકો પર રસાકસી
જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. હવે બાકી રહેલી 63 બેઠકો પર કુલ 206 ઉમેદવારો મેદાને છે. શહેરના વિવિધ વોર્ડમાં વિકાસના મુદ્દાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈને મતદારો કોને પસંદ કરશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: AMC Election: કરોડપતિ આસામીઓથી લઈ નિરક્ષર અને રીક્ષા ચાલકો સુધી, જાણો કોણ છે મેદાનમાં?
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ગણિત
જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો છે, જેમાંથી 1 બેઠક બિનહરીફ થતા હવે 23 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ 23 બેઠકો માટે કુલ 76 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. બીજી તરફ, જિલ્લાની 6 તાલુકા પંચાયતો (Taluka Panchayats) ની કુલ 112 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ થઈ છે. આમ, હવે 107 બેઠકો પર 326 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે. નોંધનીય છે કે જિલ્લા પંચાયતમાં 3 અને તાલુકા પંચાયતોમાં કુલ 13 ફોર્મ પાછા ખેંચાયા છે.
સિક્કા નગરપાલિકામાં બહુકોણીય જંગ
જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકા (Sikka Municipality) ની વાત કરીએ તો અહીંની તમામ 28 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક પણ બેઠક બિનહરીફ થઈ નથી. આ 28 બેઠકો માટે કુલ 80 ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે અહીં રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે.
ભાજપનો દબદબો: બિનહરીફ બેઠકો પર કેસરીયો
ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી છે. જામનગર જિલ્લામાં બિનહરીફ થયેલી તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. જેમાં મહાનગરપાલિકાની 1, જિલ્લા પંચાયતની 1 અને વિવિધ તાલુકા પંચાયતોની 5 બેઠકોનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકા: કુલ 64 બેઠક | 1 બિનહરીફ | 63 પર ચૂંટણી | 206 ઉમેદવાર
જિલ્લા પંચાયત: કુલ 24 બેઠક | 1 બિનહરીફ | 23 પર ચૂંટણી | 76 ઉમેદવાર
તાલુકા પંચાયત (6 તાલુકા): કુલ 112 બેઠક | 5 બિનહરીફ | 107 પર ચૂંટણી | 326 ઉમેદવાર
સિક્કા નગરપાલિકા: કુલ 28 બેઠક | 0 બિનહરીફ | 28 પર ચૂંટણી | 80 ઉમેદવાર
આ પણ વાંચો: વિપક્ષ સાફ! 8 પાલિકાઓમાં BJP ની સત્તા નિશ્ચિત, ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ


