Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar માં જેટકોમાં ભરતી કૌભાંડનો વિવાદ, મહાકાલ સેનાના આરોપો

Jamnagar: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO), જેને જેટકો તરીકે ઓળખવામાં આવે છે, તેની જામનગર શાખામાં લાઇનમેન એપ્રેન્ટિસની ભરતી પ્રક્રિયામાં મોટા કૌભાંડના આરોપો ઉઠ્યા છે. મહાકાલ સેનાએ આ મુદ્દે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
jamnagar માં જેટકોમાં ભરતી કૌભાંડનો વિવાદ  મહાકાલ સેનાના આરોપો
Advertisement
  • જામનગરમાં (Jamnagar) જેટકો (GETCO) દ્વારા ભરતી કૌભાંડનો મહાકાલ સેનાનો આરોપ
  • લાયકાત વગરના ઉમેદવારોની ભરતી કર્યાનો મહાકાલ સેના દ્વારા આક્ષેપ
  • 35 એપ્રેન્ટિસની ભરતીમાં યોગ્ય ઉમેદવારોને અવગણ્યાનો આરોપ
  • જેટકોના સિનિયર આસિસ્ટન્ટ સામે કૌભાંડનો આક્ષેપ
  • ઓળખીતા અને માનીતાઓને પસંદ કરી લેવાયાનો આરોપ
  • મહાકાલ સેના દ્વારા કરવામાં આવી ઉચ્ચ તપાસની માંગ

Jamnagar: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO), જેને જેટકો તરીકે ઓળખવામાં આવે છે, તેની જામનગર શાખામાં લાઇનમેન એપ્રેન્ટિસની ભરતી પ્રક્રિયામાં મોટા કૌભાંડના આરોપો ઉઠ્યા છે. મહાકાલ સેનાએ આ મુદ્દે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આ આરોપોમાં મુખ્યત્વે લાયકાત વગરના ઉમેદવારોને પસંદ કરવા, મોટી રકમના વિનિમયમાં ઓળખીતાઓને નોકરી આપવા અને મેરિટને અવગણવાનો સમાવેશ થાય છે.

jamngar-GETCO-Gujarat first

Advertisement

મહાકાલ સેનાએ લગાવ્યા આરોપ

મહાકાલ સેના દ્વારા લગાવવામાં આવેલા આરોપો અનુસાર, જામનગર જેટકોમાં 35 જેટલા એપ્રેન્ટિસ પદોની ભરતીમાં ગંભીર અનિયમિતતાઓ થઈ છે. યોગ્ય લાયકાત ધરાવતા અને મેરિટમાં આગળ હોવા છતાં ઉમેદવારોને અવગણીને અયોગ્ય અને ઓળખીતા લોકોને પસંદ કરવામાં આવ્યા છે. આરોપ છે કે HR વિભાગ અને સિનિયર આસિસ્ટન્ટ (સિનિયર ક્લાર્ક)ની સીધી સંડોવણીથી મસમોટી રકમ વસૂલીને આ ભરતી કરવામાં આવી.

Advertisement

કારસ્તાન બાદ તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરાયો

મહાકાલ સેનાના પ્રમુખે કહ્યું છે કે આવા કારસ્તાન બાદ તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.આ ભરતીમાં ITI પાસ યુવાનોને તાલીમ અને સ્ટાઇપન્ડની તક આપવાનું હતું, પરંતુ આરોપો પ્રમાણે મેરિટને બાજુએ મૂકીને માનીતાઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો. વધુમાં, જેટકોના સિનિયર આસિસ્ટન્ટ સામે શંકાની સોય તાણવામાં આવી છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની મિલીભગતના પણ આક્ષેપો છે.

jamngar-GETCO-Gujarat first

મહાકાલ સેના દ્વારા કરવામાં આવી ઉચ્ચ તપાસની માંગ

જેટકોના ભૂતકાળમાં પણ આવા વિવાદો સામે આવ્યા છે, જેમ કે પ્લાન્ટ એટેન્ડન્ટ અને વિદ્યુત સહાયકની ભરતીમાં ગેરરીતિઓ અને પરીક્ષા રદ્દ થવાના કિસ્સા. આવા આરોપો ગુજરાતના ઊર્જા વિભાગની ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે.મહાકાલ સેના દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ, FIR નોંધણી અને દોષિત અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુવાનોમાં રોષ વધી રહ્યો છે. જેટકો તરફથી આ આરોપો પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી.

આ પણ વાંચો: Studio on Wheels: પોલીસ, AMC અને સિવિલ હોસ્પિટલના વડા એક જ મંચ પર, સુરક્ષા-સ્વાસ્થ્યના રોડમેપ પર ચર્ચા

Tags :
Advertisement

.

×