Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : જામનગરમાં આવેલી માહિસાગરની આયુર્વેદ કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

Jamnagar માં આવેલી માહિસાગરની આયુર્વેદ કોલેજ (ayurvedic College) સીલ થતા વિધાર્થીઓએ રામધૂન બોલાવી કોલેજના કેમ્પસમાં ઉગ્ર વિરોધ કર્યો હતો, સાથે સાથે એબીવીપીએ પણ આ વિધાર્થીઓને સપોર્ટ કર્યો હતો.
jamnagar   જામનગરમાં આવેલી માહિસાગરની આયુર્વેદ કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
Advertisement
  • Jamnagar ની માહિસાગરની આયુર્વેદ કોલેજ સીલ થતા તાલીમી તબીબોના ભવિષ્યનો મામલો
  • વિદ્યાર્થીઓ બાદ વિદ્યાર્થી સંગઠન એબીવીપી પણ મેદાને
  • 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે આયુર્વેદ યુનિવર્સીટીમાં કર્યા અનોખા દેખાવ
  • વિદ્યાર્થી સંગઠને છાત્રોને સાથે રાખી વીસીની ઓફીસ સામે રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો
  • વીસીની ગેર હાજરી વચ્ચે એબીવીપીનું આખરી અલ્ટીમેટમ

Jamnagar : જામનગરમાં આવેલી માહિસાગર જિલ્લાની એક કોલેજને ફાઇનાન્સ કંપનીએ સીલ કરી દેતા અભ્યાસુ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જોવા મળ્યું હતુ, ઉલ્લેખનીય છે કે, કોઈ નિરાકરણ નહીં આવતા આજે વિદ્યાર્થીઓની સાથે આવ્યું વિદ્યાર્થી સંગઠન અને વીસીની ગેર હાજરી વચ્ચે એબીવીપી (abvp)નું આખરી અલ્ટીમેટમ સામે આવ્યું હતુ.

વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતા

માહિસાગર જિલ્લામાં આવેલી આયુર્વેદ કોલેજ ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરવામાં આવતા 100થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિએ ચિંતાનો માહોલ સર્જ્યો છે. લાંબા સમયથી કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિએ ચિંતાનો માહોલ સર્જ્યો છે. લાંબા સમયથી કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે.

Advertisement

jamnagar gujarat first

Advertisement

ABVP મેદાને, અનોખો વિરોધ

વિદ્યાર્થીઓ બાદ હવે વિદ્યાર્થી સંગઠન ABVP પણ આ મુદ્દે મેદાને આવ્યું છે. 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે આયુર્વેદ યુનિવર્સિટીમાં અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠને છાત્રોને સાથે રાખીને વીસીની ઓફિસ સામે “રામધૂન” બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જે સૌનું ધ્યાન ખેંચી ગયો હતો.

jamnagar : વીસીની ગેરહાજરીમાં અલ્ટીમેટમ

વિરોધ દરમિયાન વીસી (Vice Chancellor) હાજર ન હોવાથી વિદ્યાર્થીઓ અને ABVPમાં રોષ જોવા મળ્યો હતો. સંગઠને અંતે યુનિવર્સિટી તંત્રને આખરી અલ્ટીમેટમ આપ્યો છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. સમગ્ર ઘટનાને લઈ હજી કોઈ નિવેદન વાઈસ ચાઉન્સેલરનું પણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો : Jamnagar Labor Colony : જામનગર લેબર કોલોનીમાં 45થી વધુ શ્રમિકોને ફૂડ પોઈઝનિંગ

Tags :
Advertisement

.

×