Jamnagar CC Road Controversy : મહાનગરપાલિકાની અનોખી 'બુદ્ધિ', રસ્તા વચ્ચે વીજ પોલ રાખી બનાવી દીધો રોડ!
વિકાસના નામે જામનગરમાં જે 'કરતૂત' સામે આવ્યું છે તે જોઈને તમે પણ માથું ખંજવાળતા થઈ જશો. વોર્ડ નંબર-2 માં એક એવો રસ્તો તૈયાર થયો છે જે એન્જિનિયરિંગના તમામ નિયમોને પડકારે છે. શું આ માત્ર બેદરકારી છે કે પછી કોન્ટ્રાક્ટરની મનમાની? એક વીડિયોએ મનપાની આખી પોલ ખોલી નાખી છે. જાણો રસ્તા વચ્ચે ઉભેલા આ 'આફત'ના થાંભલાની આખી કહાની...
Advertisement
- જામનગર મનપાની કામગીરીમાં બુદ્ધિનું પ્રદર્શન!
- વોર્ડ નંબર-2માં વીજ પોલની ફરતે બનાવી દીધો સીસી રોડ
- થાંભલો હટાવ્યા વિના જ કોન્ટ્રાક્ટરે રસ્તો તૈયાર કરી નાખ્યો
- જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરતા તંત્રની પોલ ખુલી
- અકસ્માતનો ભય હોવા છતાં અધિકારીઓ રહ્યા બેખબર
Jamnagar CC Road Controversy : જામનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) ની એક એવી કામગીરી સામે આવી છે જેને જોઈને સ્થાનીક રહીશો પણ માથું ખંજવાળવા મજબૂર બન્યા છે. શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોએ એવી 'બુદ્ધિ'નું પ્રદર્શન કર્યું છે કે રસ્તાની વચ્ચે નડતરરૂપ વીજળીનો થાંભલો હોવા છતાં તેની આસપાસ જ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

