Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar માં દરિયામાં ફસાયેલા યુવાનનો ચમત્કારિક બચાવ

Jamnagar: જામનગરમાં દરિયામાં ફસાયેલા યુવાનનો ચમત્કારિક બચાવ થયો છે. જેમાં જામનગર સિક્કા જેટી પાસે દરિયામાં યુવાન ફસાયો હતો. પરપ્રાંતીય યુવાન અઝીમ શેખ દરિયામાં અંદર ગયો હતો ત્યારે પાણીની ભરતી આવતા એક નોટિકલ માઈલ દૂર ફસાયો હતો. દરિયાઈ પથ્થરો વાગતા યુવાનને ગંભીર ઇજા થઈ છે.
jamnagar માં દરિયામાં ફસાયેલા યુવાનનો ચમત્કારિક બચાવ
Advertisement
  • Jamnagar: સિક્કા જેટી પાસે દરિયામાં યુવાન ફસાયો હતો
  • પરપ્રાંતીય યુવાન અઝીમ શેખ દરિયામાં અંદર ગયો
  • પાણીની ભરતી આવતા એક નોટિકલ માઈલ દૂર ફસાયો

Jamnagar: જામનગરમાં દરિયામાં ફસાયેલા યુવાનનો ચમત્કારિક બચાવ થયો છે. જેમાં જામનગર સિક્કા જેટી પાસે દરિયામાં યુવાન ફસાયો હતો. પરપ્રાંતીય યુવાન અઝીમ શેખ દરિયામાં અંદર ગયો હતો ત્યારે પાણીની ભરતી આવતા એક નોટિકલ માઈલ દૂર ફસાયો હતો. દરિયાઈ પથ્થરો વાગતા યુવાનને ગંભીર ઇજા થઈ છે.

કપરી પરિસ્થિતિમાં યુવાને પોલીસને ફોન કરી જાણ કરી

કપરી પરિસ્થિતિમાં યુવાને પોલીસને ફોન કરી જાણ કરી હતી. જેમાં પોલીસ, 108 અને સ્થાનિક તરવૈયાઓએ યુવકનું રેસ્ક્યુ કર્યું હતુ. ઓટ હોવાથી પાણી પાછું ફરતા ચમત્કારિક બચાવ થયો છે. લગભગ અડધો કલાકની જહેમત બાદ યુવાનને બચાવી લેવાયો છે.તથા 30 વર્ષીય અઝીમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

Advertisement

Advertisement

કાલાવડ શહેરમાં એક અદ્ભુત અને ચોંકાવનારી ઘટના સામે આવી

અગાઉ જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક અદ્ભુત અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. શહેરના મછલીવડ ચોકડી નજીક આવેલી હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક અજાણ્યો યુવક પેરાશૂટની મદદથી આકાશમાંથી નીચે ઉતરતો જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો

પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, યુવક અંદાજે 100 ફૂટ જેટલી ઊંચાઈ પરથી પેરાશૂટ સાથે ઉતરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પેરાશૂટ પરનું નિયંત્રણ ખોવાઈ ગયું અને યુવક સીધો વીજ કંપનીના ખુલ્લા વાયર સાથે અથડાઈ ગયો. થોડી ક્ષણ માટે સમગ્ર વિસ્તારમાં ભયજનક દ્રશ્ય સર્જાયું હતું.

વીજ વાયરોમાં ફસાયા બાદ યુવકનું સંતુલન બગડયું

વીજ વાયરોમાં ફસાયા બાદ યુવકનું સંતુલન બગડયું અને તે સીધો જમીન પર પટકાયો. સામાન્ય રીતે આવી ઊંચાઈએથી પડવું જીવલેણ સાબિત થઈ શકે, પરંતુ આશ્ચર્યજનક રીતે યુવક ગંભીર રીતે ઘાયલ થયો ન હતો. સૌથી મોટી રાહતની વાત એ હતી કે, ઘટનાના સમયે વીજ લાઈનમાં કોઈ પ્રકારનું શોર્ટ સર્કિટ કે વીજ પ્રવાહમાં ખલેલ ન પડી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાય શકી હોત. રસ્તા પરથી પસાર થતા લોકો અને આસપાસના રહેવાસીઓ આ અચાનક બનેલી ઘટના જોઈને ડરી ગયા હતા. ઘણા લોકો તો કંઈ સમજે તે પહેલાં જ યુવક જમીન પરથી ઊભો થયો અને કોઈની મદદ લીધા વિના ત્યાંથી ઝડપથી ભાગી ગયો. યુવકનું આ રીતે ઘટના સ્થળેથી ફરાર થઈ જવું અનેક શંકાઓ આપી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat: ઓસ્ટ્રેલિયામાં PR ના ચક્કરમાં યુવકે તાંત્રિક વિધિમાં લાખો રૂપિયા ગુમાવ્યા

Tags :
Advertisement

.

×