Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar: ખેડૂતોની દશા બેઠી! ડુંગળી વેચીને પણ કેમ રડી રહ્યા છે?

Jamnagar: રાજ્યભરના ખેડૂતો ડુંગળીના નીચા ભાવને કારણે ભારે પરેશાની અનુભવી રહ્યા છે, અને જામનગરના (Jamnagar) હાપા માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ મણ (લગભગ 20 કિલો) ડુંગળીના ભાવ 20 રૂપિયાથી માંડી 400 રૂપિયા સુધી જ સીમિત રહેતા ખેડૂતો નિઃસહાય બન્યા છે. આ ભાવ ઉત્પાદન ખર્ચ (બીજ, ખાતર, મજૂરી, પાણી વગેરે) કરતાં પણ ઘણા ઓછા છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે
jamnagar  ખેડૂતોની દશા બેઠી  ડુંગળી વેચીને પણ કેમ રડી રહ્યા છે
Advertisement
  • રાજ્યભરના ખેડૂતો ડુંગળીના નીચા ભાવને લઈને પરેશાન
  • જામનગર (Jamnagar)  હાપા યાર્ડમાં 20 રૂપિયાથી માંડી 400 સુધીનો ભાવ
  • નીચા ભાવને લઈ જગતનો તાત નિઃસહાય બન્યો
  • ઉત્પાદન ખર્ચની સામે ખૂબ જ ઓછો મળી રહ્યો છે ભાવ
  • ખેડૂતો હવે ડુંગળીના વાવેતરથી થઈ શકે છે વિમુખ
  • સરકાર કોઈ રાહતકારી ભાવ ઉપજાવે તેવી ખેડૂતોની માગ

Jamnagar: જામનગર (Jamnagar) સહિત રાજ્યભરના ખેડૂતો હાલ ડુંગળીના નીચા ભાવને લઈને મુંજાઈ રહ્યા છે. ત્યારે જામનગર હાપા યાર્ડમાં ડુંગળીના ભાવ પ્રતિ મણ માત્ર વીસ રૂપિયાથી માંડી 400 રૂપિયા સુધી જ સીમિત રહેતા જગતનો તાત નિઃસહાય બન્યો છે. ખેડૂતોને હાલ ડુંગળી ઉત્પાદન ખર્ચની સામે ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે.

jamnagar farmer-Gujarat First

Advertisement

જામનગરના (Jamnagar) ખેડૂતોની દુર્દશા

હરાજીમાં હાલ જે ભાવ ઉપજી રહ્યાં છે તે ઉત્પાદન ખર્ચની સામે ખૂબ જ ઓછા હોવાથી ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ રહ્યાં છે. જો આમ જ મામૂલી ભાવની હરાજી ચાલી તો ખેડૂતો હવે ડુંગળી વાવેતરથી વિમુખ થઈ શકે છે. માવઠાના મારથી બચી ગયેલા પાક સામે સરકાર કોઈ રાહતકારી ભાવ ઉપજાવે તેમ ખેડૂતો ઈચ્છે છે.

Advertisement

ખેડૂતોને પરિવહનના પણ ભાવ ઉપજતા નથી

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના હાલ ત્રીજા દિવસે ડુંગળીની આવક ખોલવામાં આવે છે આ નિર્ણય પાછળ પણ ઓછા ભાવની હરરાજી જ છે ખેડૂતોના ખરામાં ડુંગળીનો પાક તો તૈયાર છે પણ ખેડૂતોને પરિવહનના પણ ભાવ ઉપજતા નથી . હાલ માર્કેટિંગ યાર્ડના પ્રતિ મણ ત્રીસ રૂપિયાથી માંડી સાડા ત્રણસો ઉપજી રહ્યા છે. ઉત્પાદન ખર્ચ કરતા ઓછા ભાવ હોવાનું યાર્ડ પણ સ્વીકારે છે.

jamnagar farmer-Gujarat First

ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર

ઓછા ભાવથી પરેશાન ખેડૂતોની ડુંગળી હવે કોટા કાઢતી થઈ છે.માવઠાના કારણે ખેડૂતોના ખરામાં ડુંગળી ઉગી જતી હોવાથી ખેડૂતો જે ભાવ આવે એ ભાવે વેચવા મજબૂર થયા છે ત્યાંરે સરકાર ભાવ બાબતે કોઈ નિશ્ચિત રકમ કે વળતર નક્કિં કરે એ સમયની માંગ છે

આ પણ વાંચો: junagadh: મામાએ સગીર ભાણી સાથે અવારનવાર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ

Tags :
Advertisement

.

×