લગ્ન પહેલાં 10 વાર જોવા જાઓ છો પછી છૂટાછેડા કેમ? પાટીદાર સ્નેહમિલનમાં Jerambapa ગરજ્યા!
- Jerambapa Statement: યુવતીઓને ફેશન મુક્ત બનવા જેરામબાપાની ટકોર
- કુદરતે આપેલા સૌંદર્યનો સ્વીકાર કરો: જેરામબાપા
- પાટીદાર નેતા જેરામ બાપાનો વીડિયો થયો વાયરલ
- પાટીદાર સમાજમાં છૂટાછેડા ન જ થવા જોઈએ
- જ્યોતિબેન ટીલવાએ જેરામબાપાની વાતને સમર્થન આપ્યું
Jerambapa Statement: ગત 8 તારીખના રોજ જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) ખાતે કડવા પાટીદાર સમાજ (Kadva Patidar Samaj) દ્વારા એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણી નેતા જેરામ પટેલ (Jeram Patel), જેઓ જેરામબાપા તરીકે જાણીતા છે, અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા (Parshottambhai Rupala) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના યુવાનો અને મહિલાઓને સંબોધિત કરતા ગંભીર સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Jerambapa Statement: કુદરતે આપેલા સૌંદર્યનો સ્વીકાર કરો
કાર્યક્રમ દરમિયાન જેરામબાપાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમણે પાટીદાર સમાજની યુવતીઓને 'ફેશન મુક્ત' બનવા માટે સૂચન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કુદરતે જે સૌંદર્ય આપ્યું છે તેનો સ્વીકાર કરવો જોઈએ. જેરામબાપાએ કહ્યું કે, "આપણા ઋષિમુનિઓએ (Sages) પાડેલી પરંપરાઓ અને પ્રણાલીઓને આપણે ભૂલી રહ્યા છીએ, જે ચિંતાનો વિષય છે."
Jerambapa Statement: લગ્ન બાદ છૂટાછેડાની નોબત કેમ ?
સમાજમાં વધતા જતા છૂટાછેડા (Divorce) ના કિસ્સાઓ પર જેરામબાપાએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "જો લગ્ન પહેલાં યુવક-યુવતી એકબીજાને 10-10 વાર જોવા જતા હોય, તો પછી લગ્ન બાદ છૂટાછેડાની નોબત કેમ આવે છે?" તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાટીદાર સમાજમાં છૂટાછેડાના કિસ્સાઓ ન જ બનવા જોઈએ અને પરિવારે સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. તેમણે કહ્યું સંતાનોના ઉછેરની ખામી છે. ઉછેરમાં ગંભીરતા લેવાની જરુર છે.
જ્યોતિબેન ટીલવાનું સમર્થન અને મહિલાઓનો પક્ષ
પાટીદાર સમાજના મહિલા અગ્રણી જ્યોતિબેન ટીલવા (Jyotiben Tilva) એ પણ જેરામબાપાના નિવેદનને સમર્થન આપ્યું હતું. જોકે, તેમણે મહિલાઓનો પક્ષ રાખતા જણાવ્યું કે વર્તમાન સમયમાં પાર્લર (Beauty Parlor) જવું જરૂરી છે, પરંતુ દેખાદેખીમાં આવીને ખોટા ખર્ચ કરવા ટાળવા જોઈએ. તેમણે સ્વીકાર્યું કે આજના સમયમાં સાદગી જાળવવી એ પડકારજનક છે પણ અનિવાર્ય છે.
મોબાઈલનું વળગણ અને નવી પેઢી
બાળકોમાં વધતા મોબાઈલ (Mobile Addiction) ના વળગણ વિશે જ્યોતિબેન ટીલવાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે બાળકોને મોબાઈલથી દૂર રાખવા એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જો નવી પેઢીને ટેકનોલોજીના દૂષણથી બચાવવામાં નહીં આવે, તો સામાજિક મૂલ્યોનું પતન થશે.
આ પણ વાંચોઃ Jamnagar: ધ્રોલમાં ઉધારે સિગારેટ ન આપતાં વેપારી પર હુમલો, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચોઃ Jamnagar: પોલીસને ચકમો આપી ફરાર થયેલા શખ્સને પંજાબમાંથી દબોચ્યો


