PM Modi Jamnagar Visit : વડાપ્રધાનના આગમન પૂર્વે લાલબંગલા સર્કલ ખાતે તૈયારીઓનો ધમધમાટ
- Jamnagar માં PM Modi ના આગમનની તૈયારીઓને અપાયો આખરી ઓપ
- લાલબંગલા સર્કલ ખાતે વડાપ્રધાનનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાશેચાર રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીતના પગલે અભિવાદન સમારોહ
- લાલબંગલા સર્કલ ખાતે અભિવાદન સમારોહ માટે વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું
- આવતીકાલે રાત્રે 10 વાગ્યે વડાપ્રધાનનો કાફલો જામનગર આવી પહોંચશે
PM Modi Jamnagar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાનના માનમાં જામનગરના પ્રખ્યાત લાલબંગલા સર્કલ ખાતે એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે વિશાળ સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
PM Modi આવતીકાલે રાત્રે Jamnagar પહોંચશે
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાનનો કાફલો આવતીકાલે રાત્રે 10 વાગ્યે જામનગર આવી પહોંચશે. વડાપ્રધાનને આવકારવા માટે જામનગરની જનતામાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આ અભિવાદન સમારોહમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે તેવી શક્યતા છે. વધુમાં, એવી પણ પ્રબળ શક્યતા છે કે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન જામનગરની જનતાને સંબોધન પણ કરશે.
સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર ખડેપગે
આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર રાત-દિવસ એક કરી રહ્યું છે. સાંસદ પૂનમબેન માડમ સહિતના ધારાસભ્યો જાતે સ્થળ પર રહીને તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્ર રેન્જ આઈ.જી. સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર્યક્રમ સ્થળની સતત મુલાકાત લઈ રહ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Road Accidents in Gujarat: ગુજરાતમાં વર્ષે 15,500 થી વધુ માર્ગ અકસ્માતો, જાણો NCRB ના ચોંકાવનારા આંકડા


