Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Gujarat Visit: ગુજરાતની ટીમ પણ મને પુરો ભરોસો: PM મોદી

pm modi gujarat visit  ગુજરાતની ટીમ પણ મને પુરો ભરોસો  pm મોદી
Advertisement

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે હવે થોડી જ વારમાં જામનગર (Jamnagar) ના આંગણે તેમનુ આગમન થશે. જેને લઈ શહેરભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ છે, પરંતુ આ વખતે આકર્ષણનું કેન્દ્ર જામનગરમાં વસતા બંગાળી પરિવારો બન્યા છે. જામનગરમાં સ્થાયી થયેલા બંગાળી સમુદાયના લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટી પડ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર પ્રદર્શન અને જીત બાદ આ પરિવારોમાં બેવડો આનંદ જોવા મળી રહ્યો છે.

સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌથી પહેલા જામનગર એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કરશે. જે બાદ વડાપ્રધાન લાલ બંગલા સર્કલ પહોંચશે, જ્યાં તેઓ વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આવતીકાલે સોમનાથ મંદિરના પ્રતિક્ષા મહોત્સવના 75 વર્ષ પૂર્ણ થતા આયોજિત 'અમૃત મહોત્સવ'માં વિશેષ હાજરી આપવાનો છે. સોમનાથ ખાતે પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે, જે આધ્યાત્મિક વાતાવરણને વધુ તેજોમય બનાવશે.

Advertisement

Somnath માં રોડ શોનું આયોજન

આવતીકાલે 11 મેના રોજ સોમનાથમાં હેલિપેડથી મંદિર સુધી એક ભવ્ય રોડ-શોનું (Roadshow) આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ટેબ્લો (Tableau) આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઐતિહાસિક પ્રસંગે સોમનાથ મંદિરમાં પ્રથમવાર એક વિશેષ વિધિ યોજાશે, જેમાં મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારી આ વૈદિક વિધિ બાદ તેઓ રાજકોટ જવા રવાના થશે. જ્યાથી વડોદરામાં સરદારધામનું લોકાર્પણ અને રોડ-શો પૂર્ણ કરી વડાપ્રધાન રાત્રે 7.45 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ પ્રવાસ રાજ્યની સાંસ્કૃતિક અને વિકાસલક્ષી ચેતનાને નવી ગતિ આપનારો સાબિત થશે.

Advertisement

PM Modi Gujarat Visit: સોમનાથના ભક્તો માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક: નાયબ મુખ્યમંત્રી

May 10, 2026 8:49 pm

સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ ખાતે 'અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. PM મોદીના પ્રવાસને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે, જ્યાં PM મોદીનું હજારો ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન સોમનાથજીના દર્શન-પૂજા કરશે અને વાયુસેનાની ટીમ દાદાને વિશેષ સલામી આપશે.

PM Modi Gujarat Visit: જામનગરમાં રહેતા બંગાળી લોકો આતુર સ્વાગત માટે આતૂર બન્યા

May 10, 2026 8:43 pm

PM મોદી થોડીવારમાં જામનગર પહોંચશે. PM ને આવકારવા લોકોમાં ઉત્સાહ છે. બંગાળી લોકો આતુર સ્વાગત માટે આતૂર બન્યા છે. બંગાળમાં ભાજપની જીતથી લોકોમાં ખુશી છે. એક દીકરીએ PM મોદીનું સ્કેચ પણ તૈયાર કર્યું છે.

PM Modi Gujarat Visit: PM \'મોદીના આગમન પૂર્વે સોમનાથમાં ભવ્ય દીપોત્સવ: સમગ્ર શહેર

May 10, 2026 8:40 pm

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરમાં રાત્રી રોકાણ કર્યા બાદ "આવતીકાલે" સોમનાથ મહાદેવના દર્શન કરશે. જેને પગલે સોમનાથ મંદિર અને સમગ્ર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. યાત્રાધામના માર્ગો પર આકર્ષક લાઇટિંગ અને ફૂલોની સજાવટ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવાઈ છે. પીએમના સ્વાગત માટે સ્થાનિકો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

This Live Blog has Ended
Advertisement

.

×