ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi જામનગરની મુલાકાતે, સર્કિટ હાઉસથી રિલાયન્સમાં આવેલા વનતારા પહોંચ્યા

સવારે છ વાગ્યે સર્કિટ હાઉસથી નીકળી વનતારા જવા પીએમનો કાફલો નીકળ્યો હતો
09:20 AM Mar 02, 2025 IST | SANJAY
સવારે છ વાગ્યે સર્કિટ હાઉસથી નીકળી વનતારા જવા પીએમનો કાફલો નીકળ્યો હતો
PM Modi @ Gujarat First

 PM Modi : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને આજે બીજો દિવસ છે. જેમાં વહેલી સવારે જ વડાપ્રધાન જામનગરથી રવાના થયા છે. સવારે છ વાગ્યે સર્કિટ હાઉસથી નીકળી વનતારા જવા પીએમનો કાફલો નીકળ્યો હતો. જામનગરથી 26 કિમિ દૂર પીએમ કાફલાએ બાય રોડ અંતર કાપ્યું છે. રિલાયન્સમાં અંબાણી પરિવારે ભવ્ય સત્કારની તૈયારીઓ કરી રાખી છે. જેમાં પીએમ મોદી વનતારામાં ચાર કલાક સુધી રહેશે. વનતારામાં વિશ્વભરના પ્રાણીઓની વિશેષ સાર સંભાળ થઇ રહી છે.

વનતારા રિલાયન્સ ફાઉન્ડેશનનો ડ્રીમ પ્રોજેક્ટ

પીએમ મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે છે અને આજના કાર્યક્રમ અનુસાર તેઓ વહેલી સવારે જામનગરમાં વનતારાની મુલાકાત લેવા પહોંચી ગયા છે. વનતારા પ્રોજેક્ટ હેઠળ 200 થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા છે. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન વહેલી સવારે જ વનતારા પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર વતી મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

 

અનંત અંબાણીના સપના તરીકે વનતારા પ્રોજેક્ટની શરૂઆત કરાઈ

વનતારા રિલાયન્સ ફાઉન્ડેશનનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં ઈજાગ્રસ્ત, ત્યજી દેવાયેલા અને શિકાર થયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા તથા તેમના પુન:વસવાટ પર ધ્યાન અપાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના તરીકે વનતારા પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. જામનગરમાં રિલાયન્સની રિફાઈનરીના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વનતારા પ્રોજેક્ટ હેઠળ 200 થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા છે. વનતારા રિલાયન્સ ફાઉન્ડેશનનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં ઈજાગ્રસ્ત, ત્યજી દેવાયેલા અને શિકાર થયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા તથા તેમના પુન:વસવાટ પર ધ્યાન અપાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના તરીકે વનતારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી.

રિલાયન્સની રિફાઈનરીના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરવામાં આવ્યું

જામનગરમાં રિલાયન્સની રિફાઈનરીના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનું શનિવારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે રાઘવજી પટેલ, મુળુ બેરા, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7.30 કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો હતો. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ પણ વાંચો: Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકા.... સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે? આજે નિર્ણય લેવામાં આવશે

 

Tags :
GujaratJamnagarpm modiRelianceVantara
Next Article