Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar રોશનીથી ઝળહળ્યું, PM મોદીના સ્વાગત માટે ભારે ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર આગમન અને રાત્રિ રોકાણને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર શહેર અને ગૌરવ પથ ઝળહળતી રોશનીથી સજ્જ કરાયા છે. સર્કિટ હાઉસને આધુનિક ઓપ આપી એરપોર્ટ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જામનગર હાલ પીએમના ભવ્ય સ્વાગત માટે તૈયાર છે.
jamnagar રોશનીથી ઝળહળ્યું  pm મોદીના સ્વાગત માટે ભારે ઉત્સાહ
Advertisement
  • Jamnagar: PM મોદીના સ્વાગત માટે જામનગર શહેર સજ્જ
  • આગમન પૂર્વે આખું જામનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું
  • વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

Jamnagar: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) ના સ્વાગત માટે જામનગર (Jamnagar) શહેર સજ્જ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા PM ના આગમન પૂર્વેની તમામ તૈયારીઓ આખરી ઓપ આપીને પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગ એવા 'ગૌરવ પથ'ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે, જે રાત્રિના સમયે મંત્રમુગ્ધ કરનારા દ્રશ્યો સર્જે છે. એરપોર્ટથી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સુશોભન (Decoration) અને રોડ-રસ્તાના પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.

jamnagar_pm modi_GujaratFirst

Advertisement

Jamnagar ના સર્કિટ હાઉસમાં કરશે રાત્રિ રોકાણ

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન જામનગરમાં ભવ્ય રાત્રિ રોકાણ (Night Stay) કરવાના છે, જેને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સર્કિટ હાઉસ (Circuit House) ‘રંગમતી ભવન’ને રિનોવેશન કરીને એકદમ આધુનિક લુક (Modern Look) આપવામાં આવ્યો છે. પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનિટરિંગ (Monitoring) કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે.

Advertisement

PM Narendra Modi to Address Nation Tonight at 8:30 PM

જામનગરના વિકાસ અને ગૌરવનો ઉત્સવ

PM મોદીના આ પ્રવાસને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા શહેરના પ્રવેશદ્વારો અને જાહેર સ્થળોને ભવ્ય રીતે સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાનના રાત્રિ રોકાણને પગલે સર્કિટ હાઉસની આસપાસની સુરક્ષા વ્યવસ્થા (Safety Arrangement) અભેદ્ય બનાવવામાં આવી છે. સમગ્ર જામનગર હાલ વીજળીના ઝળહળાટ અને કેસરીયા માહોલમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે, જે પીએમના સ્વાગત માટેની જામનગરની આતુરતા (Eagerness) દર્શાવે છે.

આ પણ વાંચોઃ PM Modi આવશે સોમનાથ, DyCM ની અધ્યક્ષતામાં તૈયારી તેજ

Tags :
Advertisement

.

×