Jamnagar : "વતનનું ઋણ ચૂકવ્યું", પરિમલભાઈ નથવાણીએ ખંભાળિયાના હર્ષદપુરમાં રિલાયન્સ નિર્મિત સ્કૂલનું કર્યું લોકાર્પણ
- ખંભાળિયા: રિલાયન્સની રૂ.1.5 કરોડની ભેટ
- પરિમલભાઈ નથવાણીએ કર્યું સ્કૂલનું લોકાર્પણ
- વી.એચ. હાઈસ્કૂલનું નવું બિલ્ડિંગ તૈયાર
- સીસીટીવી અને સોલાર સહિતની સુવિધાઓ
- 300 વિદ્યાર્થીઓને મળશે હાઈટેક શિક્ષણ
ખંભાળીયા : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસમાં સિંહફાળો આપનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. ખંભાળિયા (Khambhalia) ના હર્ષદપુર વિસ્તારમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત 'શ્રી વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલ' ના આધુનિક ભવનનું આજે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણી (Parimal Nathwani) ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માતૃભૂમિનું ઋણ ચૂકવતા પરિમલભાઈ નથવાણીએ આ શાળાને વિદ્યાર્થીઓ માટે સમર્પિત કરી હતી.
જર્જરિત મકાનમાંથી આધુનિક સંકુલ સુધીની સફર
વર્ષ 1986માં સ્થપાયેલી શ્રી વિજય ચેરિટેબલ ટ્રસ્ટ (Shri Vijay Charitable Trust) સંચાલિત આ શાળાનું મકાન સમય જતા જર્જરિત થઈ ગયું હતું. અહીં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના આશરે 300 વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટીઓએ પરિમલભાઈ નથવાણીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગ્રાહ્ય રાખીને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી (Dhanraj Nathwani) ના સીધા માર્ગદર્શન હેઠળ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR Initiative) અંતર્ગત નવું ભવન બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
ખંભાળિયાના હર્ષદપુર ખાતે શ્રી વિજય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના રિલાયન્સ દ્વારા નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ આધુનિક શૈક્ષણિક સંકુલ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે તેવી આશા સાથે શિક્ષણ પ્રત્યેની આ સેવાકીય પ્રવૃત્તિ બદલ… pic.twitter.com/NQWQrUWK6E
— Parimal Nathwani (@mpparimal) February 4, 2026
રૂ.1.50 કરોડના ખર્ચે હાઈટેક સુવિધાઓ
આશરે 10,000 ચોરસ ફૂટના પ્લોટ પર 8,100 ચોરસ ફૂટના બાંધકામ વિસ્તારમાં તૈયાર થયેલું આ બે માળનું ભવન કોઈ પ્રાઈવેટ કોર્પોરેટ સ્કૂલને પણ ટક્કર મારે તેવું છે. રૂ.1.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સંકુલમાં આધુનિક ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ (Computer Lab), લાઈબ્રેરી, એન.સી.સી. ઓફિસ અને સ્ટાફ રૂમ જેવી સુવિધાઓ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા (CCTV Surveillance) અને ફાયર સેફ્ટી સિસ્ટમ (Fire Safety System) પણ લગાવવામાં આવી છે. પર્યાવરણ જાળવણી માટે સોલાર સિસ્ટમ અને જળ સંરક્ષણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
વતનના વિકાસ માટે રિલાયન્સની કટિબદ્ધતા
લોકાર્પણ પ્રસંગે પરિમલભાઈ નથવાણીએ ભાવુક થતા જણાવ્યું હતું કે, "રિલાયન્સ હંમેશા શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ (Women Empowerment) જેવા ક્ષેત્રોમાં કાર્યરત રહ્યું છે. મારા વતન ખંભાળિયામાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે." ઉલ્લેખનીય છે કે રિલાયન્સ દ્વારા આ અગાઉ મોટી ખાવડી, સિક્કા અને ચોરવાડ સહિત અનેક સ્થળોએ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ શ્રેણીમાં આ ચોથી હાઈસ્કૂલ છે.
આ પણ વાંચો : Gandhinagar : ગુજરાત સરકારની ‘જન ભાગીદારી’ અને ‘પ્રશાસનને ગામડે' લઈ જવાની નીતિ


