Jamnagar: કોઠારી કપ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન, મંત્રી Rivaba Jadeja એ બેટિંગ કરી!
- Jamnagar: મંત્રી Rivaba Jadeja એ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ કરી
- રવિન્દ્ર જાડેજાએ આ જ ગ્રાઉન્ડમાં ક્રિકેટ કારકિર્દીની કરી હતી શરૂઆત
- ક્રિકેટ બંગલે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં રિવાબાની ફટકાબાજી
Jamnagar: જામનગરના સુપ્રસિદ્ધ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (Ajitsinhji Cricket Pavilion), જે સામાન્ય રીતે 'ક્રિકેટ બંગલા' (Cricket Bunglow) તરીકે ઓળખાય છે, ત્યાં આજે એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત 'કોઠારી કપ ટુર્નામેન્ટ' (Kothari Cup Tournament) ના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય અને મંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ માત્ર હાજરી જ ન આપી, પરંતુ મેદાનમાં ઉતરીને પોતાના બેટિંગ કરી હતી.
Jamnagar: રવિન્દ્ર જાડેજાના સંભારણા અને મેદાનનું મહત્વ
આ એ જ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પોતાની ક્રિકેટ કારકિર્દી (Cricket Career) ના પ્રથમ પાઠ શીખ્યા હતા. આ મેદાન સાથે જાડેજા પરિવારનો અતૂટ નાતો રહ્યો છે. રિવાબાએ જ્યારે બેટ પકડ્યું ત્યારે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પ્રોફેશનલ ક્રિકેટરની અદામાં કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા, જેણે સ્ટેડિયમમાં હાજર યુવા ખેલાડીઓમાં નવો જોશ ભર્યો હતો.
Rivaba Jadeja: રીવાબાએ MS Dhoni વિશે કહ્યું,
"મહેન્દ્રસિંહ સાહેબે એમને જે શીખવાડ્યું.." | Gujarat Firstજામનગરમાં મંત્રી રિવાબાએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ કરી
રવિન્દ્ર જાડેજાએ આ જ ગ્રાઉન્ડમાં ક્રિકેટ કારકિર્દીની કરી હતી શરૂઆત
ક્રિકેટ બંગલે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં… pic.twitter.com/MqvLW8Omnn— Gujarat First (@GujaratFirst) February 1, 2026
મંત્રી Rivaba Jadeja એ કહ્યું: ખેલાડીઓમાં અદભૂત કૌવત
આ નિમિતે મંત્રી રિવાબાએ જામનગરના ભાવિ ખેલાડીઓ (Future Players) સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "જામનગરના ભાવિ ખેલાડીઓમાં અદભૂત કૌવત (Talent) છુપાયેલું છે. જો તેઓને સાચી તક અને માર્ગદર્શન મળે, તો તેઓ આગામી સમયમાં રવિન્દ્ર જાડેજા જેવા અનેક સ્ટાર ખેલાડીઓ બની શકે તેમ છે.
આ પણ વાંચોઃ Junagadh: ગઢ ગિરનારને સર કરવા સ્પર્ધકોની દોટ, આટલાં પગથિયાં ચડવા-ઉતરવાનું લક્ષ્ય!
રજાઓની મોજ માણી રહેલા રવિન્દ્ર જાડેજા
ટીમ ઈન્ડિયાના સ્ટાર રવિન્દ્ર જાડેજા હાલ પોતાના વતન જામનગર (Jamnagar) માં રજાઓની મોજ માણી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય શેડ્યૂલમાંથી બ્રેક લઈ તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. જામનગરના ક્રિકેટ પ્રેમીઓ માટે આ બેવડો આનંદ છે કે તેમના સ્થાનિક હીરો શહેરમાં છે અને તેમના પત્ની મેદાન પર યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Jamnagar: ધ્રોલમાં 5 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને દબોચ્યો


