Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar ના આકાશને ગજાવીને ગયા! કોરિયાની 'બ્લેક ઈગલ્સ' ટીમ રિયાધ જવા રવાના

જામનગરના આકાશમાં અચાનક વિદેશી લડાકુ વિમાનોનો ગડગડાટ સંભળાયો અને સૌ ચોંકી ગયા. આ કોઈ યુદ્ધની તૈયારી નહોતી, પણ એક ખાસ મિશનનો પડાવ હતો. 11,000 કિલોમીટર દૂરથી આવેલી એક સુપરસોનિક ટીમ અહીં કેમ રોકાઈ? ભારતીય વાયુસેનાએ જે રીતે આ વિદેશી મહેમાનોને સાચવ્યા તે જોઈને દુનિયા પણ ભારતની નોંધ લઈ રહી છે.
jamnagar ના આકાશને ગજાવીને ગયા  કોરિયાની  બ્લેક ઈગલ્સ  ટીમ રિયાધ જવા રવાના
Advertisement
  • જામનગરમાં ઉતર્યા કોરિયન ફાઈટર જેટ્સ
  • 'બ્લેક ઈગલ્સ' ટીમનું એરફોર્સ બેઝ પર આગમન
  • રિયાધ વર્લ્ડ ડિફેન્સ શોમાં જઈ રહી છે ટીમ
  • 9 T-50B અને 1 C-130 વિમાનનો કાફલો
  • ભારતીય વાયુસેનાએ આપ્યો લોજિસ્ટિક સપોર્ટ

Black Eagles Lands Jamnagar  : ગુજરાતનું જામનગર શહેર (Jamnagar City) ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રક્ષા ગતિવિધિનું સાક્ષી બન્યું છે. રિપબ્લિક ઓફ કોરિયા એર ફોર્સ (Republic of Korea Air Force) ની વિશ્વવિખ્યાત એરોબેટિક ટીમ 'બ્લેક ઈગલ્સ' (Black Eagles Aerobatic Team) ના લડાકુ વિમાનોએ જામનગર એર ફોર્સ સ્ટેશન (Jamnagar Air Force Station) પર સફળ ઉતરાણ કર્યું હતું. આ વિદેશી મહેમાનોના સ્વાગત અને વ્યવસ્થા માટે ભારતીય વાયુસેના(Indian Air Force) ખડેપગે રહી હતી.

Advertisement

Black Eagles Lands Jamnagar : 11,300 કિમીની સફર અને જામનગરમાં હોલ્ટ

સાઉદી અરેબિયાના રિયાધ (Riyadh) માં યોજાનારા પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ડિફેન્સ શો 2026' (World Defense Show 2026) માં ભાગ લેવા માટે આ ટીમ કોરિયાથી નીકળી છે. વોન્જુ એર બેઝ (Wonju Air Base) થી શરૂ થયેલી તેમની 11,300 કિલોમીટરની લાંબી સફરમાં જામનગર એક મહત્વપૂર્ણ પડાવ બન્યું હતું. આ કાફલામાં 'બ્લેક ઈગલ્સ' ટીમના 9 અત્યાધુનિક T-50B સુપરસોનિક જેટ ટ્રેનર (T-50B Supersonic Jet) અને લોજિસ્ટિક્સ સપોર્ટ માટે એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાન (C-130 Transport Aircraft) સામેલ છે. 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન તેમણે અહીં રિફ્યુઅલિંગ અને આરામ માટે ટ્રાન્ઝિટ હોલ્ટ લીધો હતો.

Advertisement

ભારતીય વાયુસેનાની મહેમાનગતિ અને વ્યૂહાત્મક સહયોગ

ભારતીય એર ફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (South Western Air Command) દ્વારા આ કોરિયન ટુકડીને લેન્ડિંગથી લઈને ટેક-ઓફ સુધીની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં તકનીકી સહાય, રિફ્યુઅલિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન (Customs and Immigration) જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ ઘટના ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વધતા જતા રક્ષા સંબંધો (Defense Cooperation) અને પરસ્પર વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

મિડલ ઈસ્ટમાં પ્રથમ વખત ગરજશે બ્લેક ઈગલ્સ

જામનગરથી રવાના થઈને આ ટીમ ઓમાનના મસ્કત થઈને રિયાધ પહોંચશે. 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા ડિફેન્સ શોમાં બ્લેક ઈગલ્સ ટીમ પોતાના હાઈ-સ્કીલ એરોબેટિક્સ (High-Skill Aerobatics) દ્વારા દુનિયાને ચોંકાવશે. ટીમ દ્વારા T-50B વિમાનો સાથે 24 જેટલા જટિલ મેન્યુવર્સ રજૂ કરવામાં આવશે. મધ્ય પૂર્વમાં આ તેમનો પ્રથમ એર શો હોવાથી ઉત્સુકતા વધારે છે. અગાઉ તેમણે જાપાન, ફિલિપાઈન્સ, વિયેતનામ અને થાઈલેન્ડમાં પણ હોલ્ટ લીધા હતા.

આ પણ વાંચો : Jamnagar : "વતનનું ઋણ ચૂકવ્યું", પરિમલભાઈ નથવાણીએ ખંભાળિયાના હર્ષદપુરમાં રિલાયન્સ નિર્મિત સ્કૂલનું કર્યું લોકાર્પણ

Tags :
Advertisement

.

×