ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : એક તરફ 'સ્માર્ટ એજ્યુકેશન' ની વાતો, બીજી તરફ શિક્ષક-ઓરડાની પણ ઘટ!

શિક્ષકોની ઘટનાં કારણે જામનગર જિલ્લામાં હાલ પ્રાથમિક શિક્ષણ જ્ઞાન સહાયકોના ભરોશે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
08:28 PM Jul 24, 2025 IST | Vipul Sen
શિક્ષકોની ઘટનાં કારણે જામનગર જિલ્લામાં હાલ પ્રાથમિક શિક્ષણ જ્ઞાન સહાયકોના ભરોશે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Jamnagar_Gujarat_first main
  1. જામનગર જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ (Jamnagar)
  2. જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 800 થી વધુ શિક્ષકોની ઘટ
  3. વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 300 થી વધુ ઓરડાની પણ તંગી
  4. AAP ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યા સવાલ
  5. શિક્ષકોની ભરતીપ્રક્રિયા પણ રાજ્ય સ્તરેથી ચાલુ છે: DPEO

Jamnagar : એક તરફ ગુજરાતમાં સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ એજ્યુકેશનની વાતો થઈ રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોય તેવી માહિતી સામે આવી છે. શિક્ષકોની ઘટનાં કારણે જામનગર જિલ્લામાં હાલ પ્રાથમિક શિક્ષણ જ્ઞાન સહાયકોના ભરોશે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 800 થી વધુ શિક્ષક અને 300 થી વધુ ઓરડાની અછત હોવાની માહિતી AAP નાં ધારાસભ્ય હેમંત ખવાએ (Hemant Khawa) આપી છે. જ્યારે, બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ રાજ્યસ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાની વાત કરી છે.

આ પણ વાંચો -ગુજરાતના શિક્ષકોને મોટી રાહત: ચૂંટણી સિવાયની જવાબદારીઓથી મુક્તિ, શિક્ષણ વિભાગનો પરિપત્ર રદ

પ્રાથમિક શાળાઓમાં 800 થી વધુ શિક્ષક, 300 થી વધુ ઓરડાની ઘટ!

આમ આદમી પાર્ટીનાં (AAP) ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે, જામનગર જિલ્લામાં (Jamnagar) હાલ પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળી છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે 800 થી વધુ શિક્ષકની ઘટ છે. જ્યારે, વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 300 થી વધુ ઓરડાની પણ તંગી છે. તેમણે કહ્યું કે, જિલ્લામાં હાલ પ્રાથમિક શિક્ષણ જ્ઞાન સહાયકોના ભરોશે ચાલી રહ્યું છે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓનાં ભવિષ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો -Ahmedabad : ઓનલાઇન ગેમિંગની લતે શિક્ષિકાને બનાવી ચોર!

શિક્ષકોની ભરતીપ્રક્રિયા પણ રાજ્ય સ્તરેથી ચાલુ છે : DPEO

બીજી તરફ આ મામલે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા (DPEO Vipul Mehta) સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, રાજ્ય સ્તરેથી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. ખૂબ જ ટુંકા સમયમાં ધો.1 થી 5 માટે શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. ત્યાર બાદ ધો. 6 થી 8 નાં શિક્ષકોની ભરતી થશે. તેમણે આગળ કહ્યું કે, જ્ઞાન સહાયકો હાલ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. રેગ્યુલર ભરતી થતા જ શિક્ષકોની ઘટ દૂર થઈ જશે. ઓરડા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વર્ષના અંત સુધીમાં 100 થી વધુ ઓરડા પણ તૈયાર થઈ જશે.

આ પણ વાંચો -સુરતના આ યુવકે મહિલાઓની સુરક્ષા માટે બનાવી દીધુ નિર્ભયા ડિવાઇસ

Tags :
AAP MLA Hemant KhawaDistrict Education Officer Vipul MehtaGujarat Education DepartmentGujarat education SystemGUJARAT FIRST NEWSJamnagarPrimary EducationShortage of Primary TeachersTop Gujaratio news
Next Article