Jamnagar: નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષિય વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ
જામનગરના ધ્રોલમાં ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલની નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રજ્ઞાબેન બાબુભાઈ પરમારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પી.આઈ. એચ.વી. રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવતીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હાલ પોલીસ સઘન તપાસ કરી રહી છે.
Advertisement
Jamnagar Nursing Student Suicide: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગનો અભ્યાસ કરતી એક 19 વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

