Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: જિલ્લા અને તાલુકા પંચાયતોમાં આજથી ચૂંટાયેલી પાંખની વિદાય, શું પક્ષોના સમીકરણો બગડશે?

જામનગર જિલ્લા પંચાયત અને તમામ 6 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલી પાંખની મુદત આજે પૂર્ણ થતા આવતીકાલથી વહીવટદાર શાસન અમલી બનશે. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સંભવિત વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે. નવા અનામત રોટેશનના કારણે ભાજપના અનેક સક્ષમ સભ્યો આગામી ચૂંટણી લડી શકશે નહીં, જેનાથી ગ્રામીણ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
jamnagar  જિલ્લા અને તાલુકા પંચાયતોમાં આજથી ચૂંટાયેલી પાંખની વિદાય  શું પક્ષોના સમીકરણો બગડશે
Advertisement
  • Jamnagar જિલ્લા પંચાયતની આજે મુદ્દત થશે પૂરી
  • જિલ્લા પંચાયતમાં આવતીકાલથી વહીવટદારનું શાસન
  • જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં પણ મૂકાશે વહીવટદાર
  • તાલુકા વિકાસ અધિકારીને વહીવટદારનો ચાર્જ સોંપાશે

Jamnagar: જામનગર જિલ્લા પંચાયત અને તમામ 6 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત આજે સત્તાવાર રીતે પૂર્ણ થઈ રહી છે. આ સાથે જ લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન સમાપ્ત થશે અને આવતીકાલથી વહીવટદાર (Administrator) શાસનનો પ્રારંભ થશે. આ ફેરફારને પગલે જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

Jamnagar: વહીવટી સુકાન કૌન સંભાળશે?

આવતીકાલથી જામનગર જિલ્લા પંચાયતનો વહીવટ સંભવિત રીતે જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) અંકિત પન્નુ (Ankit Pannu) ને સોંપવામાં આવી શકે છે. જોકે, એવી પણ પ્રબળ શક્યતા છે કે જો રાજ્ય સરકાર કોર્પોરેશનની જેમ કોઈ અલગ વહીવટદારની નિમણૂક કરે તો નવાઈ નહીં. બીજી તરફ જામનગર જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતો (Taluka Panchayats) માં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ (Taluka Development Officers) ને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવશે તેવી સંભાવના છે.

Advertisement

Jamnagar: નવા અનામત રોટેશનની અસર

આગામી પંચાયત ચૂંટણીઓ માટે જાહેર કરવામાં આવેલા નવા અનામત રોટેશનને કારણે ભાજપ (BJP) ના અનેક દિગ્ગજ અને સક્ષમ સભ્યો માટે મુશ્કેલી ઊભી થઈ છે. નવા રોટેશનમાં ફેરફાર થવાથી અનેક બેઠકો પર સ્ત્રી-પુરુષ કે જ્ઞાતિ આધારિત સમીકરણો બદલાયા છે, જેના કારણે વર્તમાન સંખ્યાબંધ સભ્યો આગામી ચૂંટણીમાં દાવેદારી જ કરી શકશે નહીં. આ સ્થિતિ ભાજપની 'નો-રિપીટ' (No-Repeat Theory) જેવી અસર પેદા કરી રહી છે, જેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામો અને ઉમેદવારોની પસંદગી પર પડશે.

Advertisement

આ પણ વાંચોઃ Jamnagar મનપા દ્વારા મણિયાર શેરીમાં 5 દુકાનોનું ડિમોલિશન, દબાણકર્તાઓમાં ફફડાટ

ભાજપનું શાસન અને 2021 ના પરિણામો

જામનગરની જિલ્લા પંચાયત અને તમામ 6 તાલુકા પંચાયતોમાં ભાજપનું એકહથ્થુ શાસન હતું. વર્ષ 2021 ની ચૂંટણીના આંકડા જોઈએ તો, જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવીને સત્તા હાંસલ કરી હતી. જોકે, હવે મુદત પૂરી થતા અને નવા સમીકરણો રચતા ગ્રામીણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગ્રામીણ રાજકારણમાં ચર્ચાઓનો દોર

વહીવટદાર શાસન આવતાની સાથે જ વિકાસકામોની ગતિ અને વહીવટી નિર્ણયો પર અધિકારીઓનું વર્ચસ્વ રહેશે. બીજી તરફ, રાજકીય પક્ષો હવે નવી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ભાજપના જૂના જોગીઓ માટે ટિકિટ મેળવવી હવે પડકારજનક બનશે, જ્યારે નવા ચહેરાઓને તક મળવાની આશા જાગી છે. આગામી સમયમાં જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ તેજ બનશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ Patan: સ્થાનિક ચૂંટણી પહેલા ચાણસ્મમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન, બૂથ પ્રમુખના ઘરે ચા પીધી

Tags :
Advertisement

.

×