Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar GIDC માં થયો ભયંકર વિસ્ફોટ, 4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા

ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. જામનગરની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
jamnagar gidc માં થયો ભયંકર વિસ્ફોટ  4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા
Advertisement
  1. Jamnagar GIDC માં આવેલ કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ
  2. કારખાનામાં કામ કરતા ચાર શ્રમિક ગંભીર રીતે દાઝ્યા
  3. ગંભીર રીતે દાઝેલા ચારેય શ્રમિકને જીજી હોસ્પિટલ ખસેડાયા
  4. પોલીસ અને જામનગર ફાયરની ટીમ કારખાને પહોંચી

જામનગર GIDC માં (Jamnagar GIDC) આવેલ કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં કારખાનામાં કામ કરતા 4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા હોવાના સમાચાર છે. ઇજાગ્રસ્ત ચારેય શ્રમિકને સારવાર અર્થે તાત્કાલિક જીજી હોસ્પિટલ (GG Hospital) ખસેડાયા છે. જ્યારે ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. જામનગરની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

Advertisement

Advertisement

ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકો જીજી હોસ્પિટલમાં દાખલ

જામનગરની GIDC (Jamnagar GIDC) ભયંકર વિસ્ફોટ થયાની ઘટના બની છે. આ વિસ્ફોટમાં એક કારખાનામાં કામ કરતા ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે જામનગર ફાયર બ્રિગેડની વિવિધ ટીમ અને પોલીસ સ્થળે પહોંચી છે અને કામગીરી હાથ ધરી છે. માહિતી અનુસાર, ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત

બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી

ફાયર વિભાગ (Fire Department) દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પણ કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે, પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હજી સુધી બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સંપૂર્ણ તપાસ પછી જ બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણી શકાશે. પરંતુ, પ્રાથમિક અંદાજ મુજબ સ્ક્રેપ ઓગળતી વેળાએ વિસ્ફોટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. અચાનક વિસ્ફોટ થતા કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : મોતનું તાંડવ નજરે જોનારા યુવકનો બીજી વખત થયો ચમત્કારિક બચાવ..!

Tags :
Advertisement

.

×