શંકરાચાર્ય પર અત્યાચાર એ બીજેપી દ્વારા હિન્દુ સમાજ, સનાતન ધર્મનું અપમાન : ઇસુદાનભાઈ ગઢવી
- યુપીમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી પર અત્યાચાર મામલે આપ પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા
- શંકરાચાર્ય પર થયેલા અત્યાચાર એ બીજેપી દ્વારા હિન્દુ સમાજ, સનાતન ધર્મનું અપમાન : ઇસુદાનભાઈ ગઢવી
- હિન્દુ સમાજ અને આમ આદમી પાર્ટી શંકરાચાર્ય પર થયેલા હુમલાનું સમર્થન નહીં કરે : ઇસુદાનભાઈ ગઢવી
- 'ભાજપ હિન્દુત્વનું નામ લઈને સરકારી તંત્ર દ્વારા હિંસા અને દબાણ કરે છે'
- 'શંકરાચાર્યના સન્માન માટે આમ આદમી પાર્ટીની કાયદેસર કાર્યવાહીની માંગ'
ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી પર થયેલા અત્યાચાર મામલે આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, શંકરાચાર્ય પર થયેલા અત્યાચાર એ બીજેપી દ્વારા હિન્દુ સમાજ અને સનાતન ધર્મના અપમાન સમાન છે. ભાજપ હિન્દુત્વનું નામ લઈને સરકારી તંત્ર દ્વારા હિંસા અને દબાણ કરે છે. ઇસુદાનભાઈ ગઢવીએ કહ્યું કે, શંકરાચાર્યના સન્માન માટે આમ આદમી પાર્ટીની કાયદેસર કાર્યવાહીની માંગ કરે છે.
પ્રયાગરાજ માઘ મેળામાં થયો હતો વિવાદ, ઇસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાવસ્યાના મુખ્ય સ્નાન ઉત્સવ દરમિયાન સંગમ કાંઠે ત્યારે અરાજકતા ફાટી નીકળી હતી જ્યારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પોલીસે અટકાવ્યા હતા. વધુ પડતી ભીડને કારણે, વહીવટી તંત્રે તેમને રથ પરથી નીચે ઉતરીને પગપાળા જવા કહ્યું હતું. દરમિયાન, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ અને ઝપાઝપી થઈ હતી. જો કે, ત્યાર બાદથી આ વિવાદ સતત વધી રહ્યો છે. ત્યારે હવે આ મામલે આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે.
➡️ ભાજપ રાજનૈતિક પાર્ટી નથી પણ એક કોર્પોરેટ કંપની છે જે જરૂરિયાત પ્રમાણે ધર્મનો, સાધુ-સંતોનો ઉપયોગ કરીને સત્તા પર બેઠી છે પણ વાસ્તવિકતામાં એને સનાતન ધર્મથી કોઈ લેવાદેવા નથી.
➡️ જ્યોતિષ મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સાથે ભાજપ પ્રશાસને જે રીતનું વર્તન કર્યું છે તે… pic.twitter.com/tiFMYT473t
— Isudan Gadhvi (@isudan_gadhvi) January 22, 2026
હિન્દુ સમાજ અને આપ શંકરાચાર્ય પર હુમલાનું સમર્થન નહીં કરે : ઇસુદાનભાઈ ગઢવી
આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, શંકરાચાર્ય પર થયેલા અત્યાચાર એ ભાજપ દ્વારા હિન્દુ સમાજ અને સનાતન ધર્મના અપમાન સમાન છે. હિન્દુ સમાજ અને આમ આદમી પાર્ટી શંકરાચાર્ય પર થયેલા હુમલાનું સમર્થન નહીં કરે. તેમણે આરોપ સાથે કહ્યું કે, ભાજપ હિન્દુત્વનું નામ લઈને સરકારી તંત્ર દ્વારા હિંસા અને દબાણ કરે છે. સાથે જ શંકરાચાર્યના સન્માન માટે આમ આદમી પાર્ટીની કાયદેસર કાર્યવાહીની માંગ કરે છે તેમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો -Gujarat Republic Day Medals : પ્રજાસત્તાક પર્વે રાજ્યપાલ અને CM ચંદ્રક જાહેર, જુઓ કોણ છે લિસ્ટમાં?


