જામનગરનો પિરોટન ટાપુ ગેરકાયદે અતિક્રમણથી મુક્ત થયો: Harsh Sanghavi
- રાજ્યનાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ
- ગેરકાયદેસર દબાણો સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ
- 9 ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને ટાપુ પરથી દૂર કરાયા
Gujarat: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પિરોટન ટાપુ પર ડિમોલિશનને લઈ ટ્વીટ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે ગેરકાયદે દબાણને લઈ સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. જામનગરનો પિરોટન ટાપુ ગેરકાયદે અતિક્રમણથી મુક્ત થયો છે. પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો ભાગ છે. રાષ્ટ્રીય સુરક્ષાને લઈ મહત્વનો ટાપુ છે. જેમાં 9 ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને ટાપુ પરથી દૂર કરાયા છે.
રાજ્યનાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ
રાજ્યનાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ છે. જેમાં Pirotan Island પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસરનાં દબાણો દૂર કરાયા છે. અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. Pirotan Island ને મૂળ સ્થિતિમાં લાવવા તંત્રનો ફરી પ્રયાસ કરી રહ્યું છે. રાજ્યમાં ગેરકાયદેસરનાં દબાણો સામે સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જે હેઠળ યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) છેલ્લા 3 દિવસથી મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) ચાલી રહી છે અને કરોડો રૂપિયાની કિંમત ધરાવતી સરકારી જમીનો પરના ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો કે, બાલાપર, ઓખા બાદ હવે ગુજરાતનાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ પીરોટન ટાપુ પર યોજાઈ હતી જે હેઠળ ગેરકાયદેસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું
ગેરકાયદેસર દબાણો સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ
માહિતી અનુસાર, દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસરનાં દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં છે. પીરોટન ટાપુની વાત કરીએ તો અંદાજે 4,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનાં રક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો: Amreli લેટર કાંડમાં વિવાદ વકર્યો, SP સાહેબ સરકાર માટે કામ કરતા હતા અને મહિલાને માર્યું તે ગુનો: આનંદ યાજ્ઞિક