ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ના બાળ કલાકારે દુનિયાને કહ્યું અલવિદા

ઓસ્કારમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો છવાય તે પૂર્વે બાળ કલાકારના જીવનનો છેલ્લો દિવસ આવી ગયોબાળ કલાકાર રાહુલ રામુભાઈનું દુઃખદ અવસાનબ્લડ કેન્સરથી પીડાતો હતો બાળ કલાકારજામનગરની જીજી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવારજામનગરના બાળ કલાકારોએ છેલ્લો શો ફિલ્મમાં કરી છે કલાકારીબાળ કલાકારના મૃત્યુના પગલે શોક છવાયોછેલ્લો શો ફિલ્મમાં જામનગરના અન્ય બાળ કલાકારોએ આપ્યà«
04:32 AM Oct 11, 2022 IST | Vipul Pandya
ઓસ્કારમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો છવાય તે પૂર્વે બાળ કલાકારના જીવનનો છેલ્લો દિવસ આવી ગયોબાળ કલાકાર રાહુલ રામુભાઈનું દુઃખદ અવસાનબ્લડ કેન્સરથી પીડાતો હતો બાળ કલાકારજામનગરની જીજી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવારજામનગરના બાળ કલાકારોએ છેલ્લો શો ફિલ્મમાં કરી છે કલાકારીબાળ કલાકારના મૃત્યુના પગલે શોક છવાયોછેલ્લો શો ફિલ્મમાં જામનગરના અન્ય બાળ કલાકારોએ આપ્યà«
  • ઓસ્કારમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો છવાય તે પૂર્વે બાળ કલાકારના જીવનનો છેલ્લો દિવસ આવી ગયો
  • બાળ કલાકાર રાહુલ રામુભાઈનું દુઃખદ અવસાન
  • બ્લડ કેન્સરથી પીડાતો હતો બાળ કલાકાર
  • જામનગરની જીજી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
  • જામનગરના બાળ કલાકારોએ છેલ્લો શો ફિલ્મમાં કરી છે કલાકારી
  • બાળ કલાકારના મૃત્યુના પગલે શોક છવાયો
  • છેલ્લો શો ફિલ્મમાં જામનગરના અન્ય બાળ કલાકારોએ આપ્યો છે અભિનય
મનોરંજનથી જોડાયેલા વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (Last Film Show) વર્ષ 2023ના ઓસ્કાર એવોર્ડ (Oscar Award) માટે ભારતની ફિલ્મ તરીકે નોમિનેશન થઇ હતી, જેનો એક બાળ કલાકારનું દુઃખદ અવસાન થયું છે. આ બાળ કલાકાર (Child Actor)નું નામ રાહુલ રામુભાઈ કોલી છે. મળી રહેલી માહિતી અનુસાર, રાહુલ છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરથી પીડાઇ રહ્યો હતો. હવે તેણે અંતિમ શ્વાસ લીધો છે. 
મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું
આ વર્ષે ઓસ્કારમાં પોતાનું નામ બનાવનારી ગુજરાતી ફિલ્મ 'છેલો શો' (Last Film Show)ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાહુલના પિતાએ જણાવ્યું હતું કે, રવિવાર, 2 ઓક્ટોબરના રોજ રાહુલે નાસ્તો કર્યો હતો અને પછીના એક કલાકમાં વારંવાર તાવ આવતાં રાહુલને ત્રણ વખત લોહીની ઉલટી થઈ હતી અને આ રીતે મારું બાળક હવે ન રહ્યું. અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે. પરંતુ અમે તેની ફિલ્મ 'છેલ્લો શો' 14 ઓક્ટોબરના રોજ એકસાથે જોઈશું, જ્યારે અમે તેનું તેરમું કરીશું. જણાવી દઈએ કે 14 ઓક્ટોબરે એટલે કે શુક્રવારે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસે રાહુલનો 13મું પણ હશે. જણાવી દઈએ કે, આ વર્ષે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' એ ભારત તરફથી ઓસ્કરમાં એન્ટ્રી કરી છે.
ફિલ્મ રિલીઝ પહેલા જ દુનિયાને કહ્યું અલવિદા
રાહુલે માત્ર 10 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. 2 ઓક્ટોબરના રોજ રાહુલે લ્યુકેમિયાના કારણે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 14 ઓક્ટોબરે ફિલ્મની રિલીઝ પહેલા રાહુલના નિધનથી સૌ કોઇ દુઃખી છે. 
છેલ્લો શો ફિલ્મમાં રાહુલ છે સહાયક બાળ કલાકાર
રાહુલ કોલીએ આ ફિલ્મમાં મનુનું પાત્ર ભજવ્યું છે, જે એક રેલવે સિગ્નલમેનનો પુત્ર છે અને લીડ રોલ ભજવી રહેલા સમયનો ખાસ દોસ્ત બન્યો હતો. ફિલ્મમાં 6 બાળ કલાકારો છે. ફિલ્મ નિર્માતા નલિને કહ્યું કે, રાહુલના નિધનથી ફિલ્મ સાથે જોડાયેલા દરેક સ્ટાફને દુઃખ થયું છે. તેમણે કહ્યું, "અમે પરિવાર સાથે છીએ... તેને બચાવી શકાયો નથી."
ફિલ્મ દેશભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ થશે
95મા ઓસ્કાર એવોર્ડ માટે ફિલ્મ છેલો શોની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ ખુશીથી તેને દેશભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન યુએસ સ્થિત ડાયરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા તેમના જીવન પરથી પ્રેરિત છે.
હિન્દીમાં પણ આ ફિલ્મ થશે રિલીઝ
બરાબર 12 દિવસ પહેલા, આ ગુજરાતી ફિલ્મને 95મા એકેડેમી એવોર્ડ્સમાં ભારત વતી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોકલવામાં આવી હતી. 'છેલો શો' યુએસ સ્થિત ડિરેક્ટર પાન નલિન ઉર્ફે નલિન પંડ્યાની અર્ધ-બાયોગ્રાફિકલ ફિલ્મ છે, જેમાં બાળપણથી લઈને અત્યાર સુધીની તેમની સફર બતાવવામાં આવી છે. તે 13 ઓક્ટોબરે થિયેટરોમાં 'લાસ્ટ ફિલ્મ શો' તરીકે હિન્દીમાં રિલીઝ થશે.
આ પણ વાંચો - ફિલ્મ 'છેલ્લો શો' નો મુખ્ય હીરો સમય આજે વિશ્વસ્તરે છવાયો, ગુજરાતના આ નાનકડા ગામનો છે વતની
Tags :
ChhelloShowChildActorGujaratFirstGujaratiFilmLastFilmShowoscar
Next Article