Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જામનગર એરફોર્સ-01માં કથિત મોતના બનાવમાં એરફોર્સના ત્રણ અધિકારીને આજીવન કેદ

જામનગર એરફોર્સ-01માં ગિરજા રાવતના કથિત મોતના મામલામાં સ્પેશિયલ CBI કોર્ટે ભારતીય વાયુસેનાના તત્કાલીન સ્ક્વોડ્રન લીડર સહિત ત્રણ અધિકારીને આજીવન કેદની સજા સંભળાવી હતી.1995માં જામનગર એરફોર્સ-01માં કથિત હત્યાનો આ ચકચારી બનાવ બન્યો હતો. જામનગર એરફોર્સ-01માં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગિરજા રાવતના મૃત્યુ કેસમાં અદાલત દ્વારા સજા સાંભળવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જામનગર એરફોર્સ 01માં રસ
જામનગર એરફોર્સ 01માં કથિત મોતના બનાવમાં એરફોર્સના ત્રણ અધિકારીને આજીવન કેદ
Advertisement
જામનગર એરફોર્સ-01માં ગિરજા રાવતના કથિત મોતના મામલામાં સ્પેશિયલ CBI કોર્ટે ભારતીય વાયુસેનાના તત્કાલીન સ્ક્વોડ્રન લીડર સહિત ત્રણ અધિકારીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
1995માં જામનગર એરફોર્સ-01માં કથિત હત્યાનો આ ચકચારી બનાવ બન્યો હતો. જામનગર એરફોર્સ-01માં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગિરજા રાવતના મૃત્યુ કેસમાં અદાલત દ્વારા સજા સાંભળવામાં આવી છે. 
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર એરફોર્સ 01માં રસોઇયા તરીકે ફરજ બજાવતા ગિરજા રાવત ઉપર એરફોર્સની કેન્ટીનમાંથી દારૂની ચોરી કરવાનો આરોપ હતો. આ મામલે ગિરજા રાવતના ઘરે એરફોર્સના 10 થી 12 અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 
ઘટનામાં આરોપ લગાવાયો હતો કે અધિકારીઓ દ્વારા ગિરજા રાવતની ધરપકડ કરી ત્રાસ ગુજારી તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. જેમાં તેમનું મોત થયું હતું. 
આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ કેસ સ્પેશયલ સીબીઆઇ કોર્ટ સમક્ષ ચાલી જતાં અદાલતે  ભારતીય વાયુસેનામાં જામનગર ખાતે ફરજ બજાવતા તત્કાલિન સ્ક્વોડ્રન લીડર અનુપ સૂદ, અનિલ કે.એન અને મહેન્દ્ર સિંહ શેરાવત ને આજીવન કેદની સજા સંભળાવી હતી.
ત્રણ આરોપી પૈકી એકનું ટ્રાયલ દરમિયાન મોત થયું છે. 2013માં ચાર્જશીટ થઇ હતી અને 9 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. રસોયાએ લીકર શોપમાંથી લીકરની ચોરી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. 
Tags :
Advertisement

.

×