Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Tragedy in Jamnagar: ધ્રોલ પાસે હૃદયદ્રાવક ઘટના, બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું

Mental Illness Tragedy: જામનગર (Jamnagar) ના ધ્રોલ (Dhrol) પાસેના વાંકીયા (Vankiya) ગામે બીમારીથી કંટાળી દામજીભાઈ ભીમાણી (Damjibhai Bhimani) અને પત્ની માનુબેને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. ઘરમાં કોઈ ન હોવા દરમિયાન આ હૃદયદ્રાવક પગલું ભરવામાં આવ્યું હતું. લાંબી માનસિક બીમારીથી પરેશાન દંપતીના મોતથી ગામમાં શોકની લાગણી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
tragedy in jamnagar  ધ્રોલ પાસે હૃદયદ્રાવક ઘટના  બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું
Advertisement

Tragedy in Jamnagar: ધ્રોલ વાંકીયા ગામે હૃદયદ્રાવક ઘટના
દામજીભાઈ ભીમાણી અને પત્ની માનુબેનએ જીવન ટુંકાવ્યું
લાંબા સમયની માનસિક બિમારીથી આત્મહત્યા કરી
ઘરમાં કોઈ ન હોય ત્યારે બન્નેએ ઝેરી દવા પી લીધી
ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી મોતને વ્હાલુ કર્યું
પરિવારજનોએ પોલીસને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોચી

Tragedy in Jamnagar : જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) તાલુકાના વાંકીયા (Vankiya) ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લાંબા સમયની માનસિક બીમારી (Mental Illness) થી કંટાળીને એક વૃદ્ધ દંપતીએ સાથે મળીને આત્મહત્યા (Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દામજીભાઈ ભીમાણી (Damjibhai Bhimani) અને તેમના પત્ની માનુબેન (Manuben) એ જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement

ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ ઝેરી દવા પીધી

મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ઘરમાં અન્ય કોઈ સભ્યો હાજર ન હતા. દામજીભાઈ ભીમાણી (Damjibhai Bhimani) અને માનુબેન (Manuben) લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. સતત સારવાર છતાં સ્વાસ્થ્યમાં સુધારો ન થતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો કોઈ કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે આ દંપતી (Couple) એ ઘઉંમાં નાખવાની ઝેરી દવા (Poisonous Tablets) ગળી લીધી હતી. ઝેરની અસરના કારણે બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

Advertisement

પોલીસ ઘટનાસ્થળે, તપાસ શરૂ

ઘટનાની જાણ જ્યારે પરિવારના સભ્યોને થઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ સ્થાનિક પોલીસ (Police) ને જાણ કરવામાં આવી હતી. ધ્રોલ (Dhrol) પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ આત્યંતિક પગલું ભરવા પાછળ બીમારી અને માનસિક તણાવ મુખ્ય કારણ હોઈ શકે છે. વાંકીયા (Vankiya) ગામના રહેવાસીઓ આ વૃદ્ધ દંપતીના અકાળે અવસાનથી શોકતુર છે.

આ પણ વાંચો: Surat માં હૃદયદ્રાવક અકસ્માત: બેફામ ટ્રકની અડફેટે વૃદ્ધાનું કચડાઈ જતાં મોત

Tags :
Advertisement

.

×