Union Budget 2026: જામનગરને મળી મોટી ભેટ! ધોળાવીરા, લોથલનો થશે વિકાસ
- Union Budget 2026: 25 વર્ષના વિઝન સાથે મોદી સરકારનું બજેટ
- ઈન્કમ ટેક્સ સ્લેબમાં હાલ કોઈ ફેરફાર નહીં
- 7 હાઈસ્પીડ રેલ કોરિડર, 3 આયુર્વેદિક એઈમ્સ
Union Budget 2026: આજે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણ (Nirmala Sitharaman) દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ (Union Budget) ને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) એ ઉમળકાભેર વધાવ્યું છે. તેમણે આ બજેટને 'વિકસિત ભારત' અને 'વિકસિત ગુજરાત' તરફનું એક મજબૂત પગલું ગણાવ્યું હતું. કનુભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendrabhhai Modi) ના દૂરંદેશી વિઝનને બિરદાવતા કેન્દ્રીય નાણામંત્રીનો આભાર માન્યો હતો.
Union Budget 2026:જામનગરમાં આયુષ પાર્કની સ્થાપના થશે
બજેટમાં ગુજરાત (Gujarat) ને વિશેષ ભેટ આપતા જામનગર (Jamnagar) માં આયુષ પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઐતિહાસિક વિરાસત સમાન ધોળાવીરા (Dholavira) અને લોથલ (Lothal) સહિત કુલ 15 પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું કે આ જોગવાઈઓથી ગુજરાતના પ્રવાસન અને સ્વાસ્થ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.
Budget Breaking 2026: જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે; દેશમાં 3 નવી આયુર્વેદ AIIMS બનાવાશે@FinMinIndia @nsitharamanoffc @PMOIndia @narendramodi @HMOIndia @AmitShah #Budget2026 #Budget #ViksitBharatBudget #Budget2026onGujaratFirst #UnionBudget2026 #UnionBudget… pic.twitter.com/ov9McTXw1H
— Gujarat First (@GujaratFirst) February 1, 2026
Union Budget 2026:મહિલા સશક્તિકરણ અને શિક્ષણ પર ભાર
વિવિધ જિલ્લાઓમાં મહિલાઓ માટે હોસ્ટેલ (Women Hostels) ની સુવિધા અને અન્ય કલ્યાણકારી યોજનાઓથી રાજ્યની દીકરીઓને શિક્ષણ અને રોજગારમાં મોટી મદદ મળશે. આ બજેટ મહિલાઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે ગુજરાતના સામાજિક માળખાને વધુ મજબૂત બનાવશે.
આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત: દવાઓ થશે સસ્તી
કેન્દ્ર સરકારે સામાન્ય માણસના ખિસ્સાને ધ્યાનમાં રાખીને કેન્સર (Cancer), ડાયાબિટીસ (Diabetes) અને અન્ય 5 ગંભીર રોગો સહિત કુલ 7 રોગની દવાઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. વધુમાં, દેશમાં 3 નવી આયુર્વેદિક એઈમ્સ (Ayurvedic AIIMS) ની સ્થાપના કરવામાં આવશે, જેમાંથી એકનો સીધો લાભ પશ્ચિમ ભારતને મળશે.
આ પણ વાંચોઃ Union Budget 2026 Live Updates : બજેટ દરમિયાન શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સ સ્લેબની સ્થિતિ
પરિવહનને વેગ આપવા માટે દેશમાં 7 હાઈસ્પીડ રેલ કોરિડર (High Speed Rail Corridors) ની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ વર્ષે ઈન્કમ ટેક્સ સ્લેબ (Income Tax Slab) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ નાના કરદાતાઓના હિતોનું રક્ષણ કરવા માટે પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવામાં આવી છે.
શું સસ્તું થયું?
નિકાસને પ્રોત્સાહન આપવા માટે ચામડું (Leather) અને કાપડ (Textile) ની નિકાસ સસ્તી કરવામાં આવી છે. આ ઉપરાંત બેટરી (Batteries), વિમાન ઈંધણ (Aviation Fuel), જૂતા (Footwear) અને બીડી (Bidi) ના ભાવમાં ઘટાડો જોવા મળશે, જેની સીધી અસર સામાન્ય જનતાના વપરાશ પર પડશે.
આ પણ વાંચોઃ Jamnagar: કોઠારી કપ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન, મંત્રી Rivaba Jadeja એ બેટિંગ કરી!


