Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat માં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ: અમદાવાદ-રાજકોટ સહિત રાજ્યભરમાં કુદરતનો કહેર

gujarat માં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ  અમદાવાદ રાજકોટ સહિત રાજ્યભરમાં કુદરતનો કહેર
Advertisement

Unseasonal Rain Gujarat : ગુજરાતમાં હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી સાચી ઠરી છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો (Weather Change) આવતા દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka), જામનગર (Jamnagar), કચ્છ (Kutch) અને જૂનાગઢ (Junagadh) સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) ખાબક્યો છે.  વરસાદની સતત અપડેટ જાણવા માટે અમારી સાથે અહીં જોડાયેલા રહો...

Advertisement

અમદાવાદમાં મોસમનો મિજાજ બદલાયો: ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદી ઝાપટાં

March 19, 2026 8:30 pm

Advertisement

અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. બપોરની અસહ્ય અને આકરી ગરમી બાદ સાંજના સમયે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદની સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ગરમીથી પરેશાન નાગરિકોને મોટી રાહત મળી છે. સાંજે પવનના તેજ સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક આવેલા વરસાદી ઝાપટાંને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ આગામી સમયમાં વાતાવરણ આવું જ યથાવત રહેવાની શક્યતા છે. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા અમદાવાદીઓએ મિશ્ર ઋતુનો અનુભવ કર્યો હતો.

દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ભદ્રકાળી ચોક સહિતના વિસ્તારો જળબંબાકાર

March 19, 2026 8:30 pm

દ્વારકા જગત મંદિરના સાનિધ્યમાં આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે યાત્રાધામના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદનું જોર એટલું વધારે હતું કે શહેરના ભદ્રકાળી ચોક વિસ્તારમાં રસ્તાઓ પર નદી-નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાઈ જવાથી જનજીવન પર માઠી અસર પડી હતી. અચાનક તૂટી પડેલા વરસાદથી દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખુલ્લામાં રહેલા લોકોએ આશ્રય લેવા માટે દોડધામ કરવી પડી હતી. ભર ઉનાળે ચોમાસા જેવો અહેસાસ કરાવતા આ વરસાદે ઠંડક તો પ્રસરાવી છે, પરંતુ અચાનક આવેલા આ પલટાએ યાત્રિકો અને સ્થાનિક તંત્રની દોડધામ વધારી દીધી છે.

પાવાગઢમાં કુદરતનો મિજાજ બદલાયો: ભારે પવનને કારણે રોપ-વે સેવા સ્થગિત

March 19, 2026 8:30 pm

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ડુંગર પર છવાયેલા ભારે ધુમ્મસ અને સુસવાટા મારતા ઠંડાગાર પવનને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. વહેલી સવારથી જ આખું પાવાગઢ ડુંગર ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું. દ્રશ્યતા (Visibility) ઓછી થવાની સાથે ઠંડા પવનની લહેરો ફૂંકાતા ભક્તોએ ભર ઉનાળે ચોમાસા કે શિયાળા જેવો અહેસાસ કર્યો હતો. પવનનું જોર વધુ હોવાથી તકેદારીના ભાગરૂપે રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે માતાજીના દર્શનાર્થે આવેલા હજારો ભક્તોએ હવે ફરજિયાતપણે પગપાળા માર્ગનો જ સહારો લેવો પડશે. અચાનક સેવા બંધ થતા વ વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી સર્જાઈ છે, જોકે વહીવટી તંત્ર દ્વારા પવનની ગતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ધીરજ રાખવા અપીલ કરવામાં આવી છે. ભારે પવન અને કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તોની આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે, પરંતુ રોપ-વે બંધ રહેતા દર્શન માટેના સમયમાં વધારો થઈ શકે છે.

રાજકોટમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી

March 19, 2026 8:30 pm

રાજકોટ શહેરમાં આજે તેજ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદની સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટીની પાછળ એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્યાં પાર્ક કરેલા વાહનો પર વૃક્ષ પડતા વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને પોપટપરા નાળા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી. અચાનક આવેલા વરસાદ અને રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવનને લીધે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ અચાનક તૂટી પડેલા વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે.

અમરેલી પંથકમાં કમોસમી વરસાદ

March 19, 2026 8:29 pm

અમરેલી જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પણ મોટો પલટો જોવા મળ્યો છે. વડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. વડીયા શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદની સાથે ફૂંકાયેલા અતિશય વેગીલા પવનને કારણે શહેરની મુખ્ય બજારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને દુકાનોના સાઈનબોર્ડ પણ હવામાં ફંગોળાયા હતા. ઉનાળુ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. ખેતરોમાં ઉભેલા તૈયાર પાકને આ વરસાદ અને પવનથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી: મોટી જાનહાનિ ટળી

March 19, 2026 7:24 pm

કચ્છના આર્થિક કેન્દ્ર સમાન કંડલા (Kandla) વિસ્તારમાં ભારે પવનના કારણે એક વિશાળ મોબાઈલ ટાવર (Mobile Tower) પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો છે. આ ઘટના કંડલાના ગુરુદ્વારા (Gurudwara) પાસે બની હતી. સદનસીબે, જ્યારે આ ટાવર પડ્યો ત્યારે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

વાવ-થરાદમાં કુદરતનું તાંડવ: સોલર પ્લેટો હવામાં ઊડી!

March 19, 2026 6:55 pm

બનાસકાંઠાના વાવ (Vav), થરાદ (Tharad) અને સુઈગામ (Suigam) પંથકમાં તોફાની પવન અને વરસાદે ભારે તારાજી સર્જી છે. ભરડવા (Bharadwa) ગામે સોલર પ્લેટો પત્તાની જેમ હવામાં ઊડતા લાખોનું નુકસાન થયું છે. કુદરતી આફતના કારણે ખેતરોમાં સ્થાપિત સોલર પ્લાન્ટ્સ જમીનદોસ્ત થતા રોકાણકારો આર્થિક સંકટમાં મુકાયા છે. પવનના તાંડવે સમગ્ર સરહદી વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

ખેડૂતો માટે મહત્વપૂર્ણ એલર્ટ અને માર્ગદર્શિકા જાહેર

March 19, 2026 6:39 pm

રાજ્યમાં આગામી 21 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ એલર્ટ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કાપણી કરેલા પાકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડે અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દે જેથી પાક પલળે નહીં. આ ઉપરાંત, વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે જંતુનાશક દવાઓનો છંટકાવ અટકાવવા અને ખાતર તથા બિયારણનો જથ્થો સુરક્ષિત રાખવા ભલામણ કરવામાં આવી છે. રાજ્યની તમામ APMC (માર્કેટિંગ યાર્ડ) ને પણ ખેડૂતોના પાકનું રક્ષણ કરવા માટે જરૂરી તકેદારી રાખવા નિર્દેશ અપાયા છે. જો ખેડૂતોને ખેતી બાબતે કોઈપણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણ હોય, તો તેઓ નિવારણ માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરી શકે છે.

દ્વારકા જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા

March 19, 2026 6:29 pm

દ્વારકા (Dwarka) શહેરમાં બપોર પછી વાતાવરણ એકાએક પલટાયું હતું. કાળા ડીબાંગ વાદળો અને વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જામ ખંભાળીયા (Jam Khambhalia) તાલુકાના ધરમપુર (Dharampur), કંચનપુર (Kanchanpur) અને સલાયા (Salaya) વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. કલ્યાણપુર (Kalyanpur), રાવલ (Rawal) અને ભાટિયા (Bhatiya) પંથકમાં પણ તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો.

જામનગર અને કચ્છમાં વાવાઝોડાની અસર

March 19, 2026 6:29 pm

જામનગર (Jamnagar) શહેરમાં અચાનક વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેજ ગતિએ ફૂંકાયેલા પવનને કારણે અનેક મકાનોના છાપરાઓ હવામાં ઉડ્યા હતા અને રસ્તાઓ પર હોર્ડિંગ્સ (Hoardings) તથા વૃક્ષો (Trees) ધરાશાયી થયા હતા. પશ્ચિમ કચ્છના મુંદ્રા (Mundra) પંથકમાં પણ ગાજવીજ સાથે માવઠું પડતા વીજ પુરવઠો (Power Supply) ઠપ થઈ ગયો હતો.

જૂનાગઢમાં કરા પડ્યા અને મોરબીમાં દરિયો તોફાની બન્યો

March 19, 2026 6:29 pm

જૂનાગઢ (Junagadh) ના ભેસાણ (Bhesan) પંથકમાં તો બરફના કરા (Hailstones) સાથે વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ (Zanzarda Road) પર રામનવમી (Ram Navami) ની સ્વાગત કમાન ધરાશાયી થઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ, મોરબી (Morbi) ના નવલખી બંદર (Navlakhi Port) પાસે દરિયામાં ભારે કરંટ (Current in Sea) જોવા મળ્યો હતો અને દરિયો તોફાને ચડ્યો હતો.

ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ

March 19, 2026 6:29 pm

આ માવઠાને કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતો (Farmers) માં જોવા મળી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા કલોંજી (Nigella), ધાણા (Coriander) અને અન્ય શાકભાજી (Vegetables) ના પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો પોતાના તૈયાર પાકને બચાવવા માટે ભારે મહેનત કરી રહ્યા છે, પરંતુ પવનની ગતિ વધુ હોવાથી મુશ્કેલી વધી છે.

This Live Blog has Ended
Advertisement

.

×