Vadodara Bridge Collapse : મંત્રી રાઘવજી પટેલે દુઃખ વ્યક્ત કર્યુ, પણ સાથે જ આપ્યું આશ્ચર્યજનક નિવેદન!
- વડોદરા બ્રિજ દુર્ઘટના મુદ્દે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું ચર્ચાસ્પદ નિવેદન (Vadodara Bridge Collapse)
- બ્રિજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું સાથે જ ચર્ચાસ્પદ નિવેદન પણ કર્યુ
- "મૃત આત્માઓને શાંતિ મળે તેવી પરમ કૃપાળુને પ્રાર્થના"
- "આવા બનાવો અટકે તે માટે લોકો જાગૃત રહે તે ખુબ જરૂરી છે"
- રાઘવજી પટેલના નિવેદન બાદ ગુજરાત ફર્સ્ટ પૂછે છે સવાલ
Vadodara Bridge Collapse : વડોદરામાં ગઈકાલે ગંભીરા બ્રિજનો ( Gambhira Bridge) એક સ્લેબ વચ્ચેથી તૂટી પડતા બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. આ હચમચાવે એવી દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 એ પહોંચ્યો છે. જ્યારે હજુ પણ બે લોકો ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્તોની શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં (SSG Hospital) સારવાર ચાલી રહી છે. દરમિયાન, આ ઘટના અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું (Raghavji Patel) ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો - Jamnagar : ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ
આવા બનાવો અટકે તે માટે લોકો જાગૃત રહે તે ખુબ જરૂરી છે : રાઘવજી પટેલ
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના (Vadodara Bridge Collapse) મુદ્દે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ્ય થાય તેવી પણ પ્રાર્થના કરી છે. જો કે, આ સાથે તેમણે એક એવું નિવેદન આપ્યું જે ચર્ચાઓનું કારણ બની ગયું છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મૃત આત્માઓને શાંતિ મળે તેવી પરમ કૃપાળુંને પ્રાર્થના છે. આવા બનાવો બનતા અટકે એના માટે બધાય જાગૃત રહે. કેબિનેટ મંત્રીએ આગળ કહ્યું કે, આવા બનાવો અટકે તે માટે લોકો જાગૃત રહે તે ખુબ જરૂરી છે.
આ પણ વાંચો - VADODARA : મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીની સૌથી મોટી કાર્યવાહી
રાઘવજી પટેલના નિવેદન બાદ Gujarat first નાં સવાલ
જો કે, કેબિનેટ મંત્રીના આ આશ્ચર્યજનક નિવેદન બાદ અલગ-અલગ ચર્ચાઓ વેગવંતી થઈ છે. ત્યારે, રાઘવજી પટેલના નિવેદન બાદ ગુજરાત ફર્સ્ટ પણ સવાલ પૂછ છે કે...
> વર્ષ 2022 માં બ્રિજ દુર્ઘટના મામલે રજૂઆતો થઈ તેનું શું?
> શું વડોદરાનાં પાદરાની જનતા જાગૃત નહોતી?
> શું ગંભીરા વિસ્તારના લોકોએ કરેલી રજૂઆત ખોટી હતી ?
> જનતાએ રજૂઆતો કરી છતાં તંત્રે ન સાંભળી તો જવાબદારી કોની ?
> રાઘવજીભાઈનું નિવેદન કેટલા અંશે વ્યાજબી છે ?
> જનતા તો જાગૃત જ હતી, તમારું તંત્ર કેમ સૂતું હતું ?
> 3-3 વર્ષ સુધી R&B ના અધિકારીઓ ક્યાં ગયા હતા ?
> લોકોની અવારનવાર થતી રજૂઆતો કેમ અવગણાઈ હતી ?
ઘટનામાં એક સાથે 4 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા
જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ફરી એક વખત પ્રજાનો પ્રચંડ અવાજ સાબિત થયું છે. ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે પ્રજાનો અવાજ બનતા મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) બેજવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ પગલાં ભર્યા છે. એક ઝાટકે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
આ પણ વાંચો - Morbi : કાંતિ અમૃતિયા- 'એ જીતશે તો હું 2 કરોડ આપીશ...', પડકાર ઝીલી ગોપાલ ઇટાલિયાએ કહી આ વાત