Jamnagar માં વાયરલ રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
Jamnagar: જામનગર શહેર તેમજ જિલ્લામાં શિયાળાની ઋતુના આગમન સાથે વાયરલ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે. ઋતુસંક્રમણ અને ઠંડકના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જી.જી. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ)માં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં તબીબોએ લોકોને ખાસ સલાહ પણ આપી છે. જુઓ અહેવાલમાં...
Advertisement
- જામનગર (Jamnagar) શહેર અને જિલ્લામાં પણ રોગચાળો વકર્યો
- સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે
- શિયાળાના કારણે રોગચાળો વધ્યો હોવાનો તબીબોનો અભિપ્રાય
- તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીઓમાં ઉછાળો આવ્યો
- દર્દીઓની સંખ્યામાં એકંદરે દરરોજ 500થી વધુ વધારો
- સામાન્ય રીતે બે થી ત્રણ હજાર દર્દીઓ રોજ આવે છે
- ગરમ પાણી અને યોગ્ય આહાર લેવાની તબીબોની સલાહ
Jamnagar: જામનગર શહેર તેમજ જિલ્લામાં શિયાળાની ઋતુના આગમન સાથે વાયરલ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે. ઋતુસંક્રમણ અને ઠંડકના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જી.જી. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ)માં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે હોસ્પિટલ પ્રશાસનને વધારાની વ્યવસ્થા કરવી પડી રહી છે.

