Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ખંભાળિયા DYSP Office માં મહિલા સફાઈકર્મીનો આત્મહત્યાનો પ્રયાસ, લાઈવ વીડિયો બનાવી મહિલાએ પીધી દવા

Corruption Allegations: ખંભાળિયા (Khambhalia) ખાતે આવેલી ડીવાયએસપી (DYSP Office) કચેરીના પ્રાંગણમાં ઝેરી દવા પીતા પહેલા મહિલાએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા (Social Media) માં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાએ પોલીસ તંત્ર પર ભ્રષ્ટાચાર (Corruption) અને જાતિવાદ (Casteism) ના અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે.
ખંભાળિયા dysp office માં મહિલા સફાઈકર્મીનો આત્મહત્યાનો પ્રયાસ  લાઈવ વીડિયો બનાવી મહિલાએ પીધી દવા
Advertisement
  • ખંભાળિયા DYSP Office માં ફરિયાદી મહિલાએ ઝેરી દવા પી લીધી
  • મહિલાને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી
  • મહિલાએ પોલીસ પર ભ્રષ્ટાચાર અને જાતિવાદના ગંભીર આક્ષેપો લગાવ્યા
  • વીડિયોમાં મહિલાએ જવાબદાર અધિકારીઓ સામે આક્ષેપ કરી ન્યાયની માંગ
  • DYSP કચેરીની બહાર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

Woman Suicide Attemp in DYSP Office: દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા (Khambhalia) ખાતે આવેલી ડીવાયએસપી (DYSP Office) કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખંભાળિયા નગરપાલિકા (Khambhalia Nagarpalika) માં ફરજ બજાવતી એક મહિલા સફાઈકર્મીએ કચેરીના પ્રાંગણમાં જ ઝેરી દવા પી લેતા સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આ મહિલાએ અગાઉ નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ સહિત અન્ય શખ્સો સામે એટ્રોસિટી એક્ટ (Atrocity Act) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસના આરોપીઓને જામીન મળી જતાં મહિલાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

વીડિયો વાયરલ કરી પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

ઝેરી દવા પીતા પહેલા મહિલાએ ડીવાયએસપી કચેરીની બહાર એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા (Social Media) માં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાએ પોલીસ તંત્ર પર ભ્રષ્ટાચાર (Corruption) અને જાતિવાદ (Casteism) ના અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાનું કહેવું છે કે તેને ન્યાય (Justice) મળવાને બદલે પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓની મિલીભગતને કારણે આરોપીઓ છૂટી ગયા હોવાનો આક્ષેપ કરી મહિલાએ ન્યાયની માંગ સાથે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

Advertisement

Advertisement

જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઘટનાને પગલે કચેરીમાં હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક મહિલાને સ્થાનિક હોસ્પિટલ ખસેડી હતી. જોકે, મહિલાની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે જામનગર (Jamnagar) ની જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) માં રિફર કરવામાં આવી છે. હાલમાં તબીબો દ્વારા મહિલાની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. બીજી તરફ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કચેરીની સુરક્ષા વચ્ચે આ પ્રકારની ઘટના બનતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ખંભાળિયા (Khambhalia) નગરપાલિકાની મહિલા સફાઈકર્મીએ ડીવાયએસપી (DYSP) કચેરીમાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. એટ્રોસિટી કેસના આરોપીઓને જામીન મળતા નારાજ મહિલાએ પોલીસ પર ભ્રષ્ટાચાર અને જાતિવાદના આક્ષેપો સાથે વીડિયો વાયરલ કર્યો હતો. હાલ મહિલાની હાલત ગંભીર હોવાથી તેને જામનગર (Jamnagar) ની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો: Tragedy in Jamnagar: ધ્રોલ પાસે હૃદયદ્રાવક ઘટના, બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું

Tags :
Advertisement

.

×