ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી માંગ્યા અધધ રૂપિયા, મામલો પોલીસ મથકે પહોંચ્યો

Jamnagar: જામનગરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોનીમાં રહેતા વેપારી યુવાનને મહિલાએ પ્રેમજાળમાં ફસાવી ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી
12:06 PM Mar 07, 2025 IST | VIMAL PRAJAPATI
Jamnagar: જામનગરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોનીમાં રહેતા વેપારી યુવાનને મહિલાએ પ્રેમજાળમાં ફસાવી ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી
Jamnagar Honey Trap case
  1. ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી
  2. પૈસાની માંગણી કરવામાં આવતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
  3. પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી

Jamnagar: જામનગરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોનીમાં રહેતા વેપારી યુવાનને મહિલાએ પ્રેમજાળમાં ફસાવી ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતી હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવાનને ધમકી આપી એક લાખ રૂપિયાનો સોનાનો હાર પડાવી લઇ જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.

આ પણ વાંચો: ‘મહાભારત જેવું કાંઈ થયું જ નથી’ જ્ઞાનપ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વીડિયો વાયરલ

જામનગરની મહિલાએ 2021મા પ્રેમજાળમાં ફસાવ્યો હતો

મુળ કચ્છના ગાંધીધામ તાલુકાના આદિપુર ગામનો વતની અને હાલ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર સાધનાકોલોની વિસ્તારમાં રહેતાં અલ્પેશ ચંદુભાઈ વાળા નામના વેપારી યુવાનને રેખાબા પ્રવિણસિંહ ઝાલા નામની મહિલાએ 2021મા પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તે દરમિયાન રેખાબાએ તેના પતિ પ્રવિણસિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સહિતના ત્રણ શખસોએ સાથે મળી અલ્પેશને ન્યૂડફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી અને કઢાવ્યા હતાં.

આ પણ વાંચો: Botad : ભ્રષ્ટાચાર દેખાય છે તો સંકોચ નહીં પણ એ.સી.બીનો સંપર્ક કરો અને એક જાગૃત નાગરિક બનો

1 લાખની કિંમતનો સોનાનો હાર બળજબરીપૂર્વક પડાવી લીધો

ધમકીઓ સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી એક લાખની કિંમતનો સોનાનો હાર બળજબરીપૂર્વક પડાવી લીધો હતો. ઉપરાંત ત્રણેય શખ્સોએ યુવાનના ઘરમાં પ્રવેશ કરી તોડફોડ અને નુકસાની પહોંચાડી હતી તેમજ અવાર-નવાર જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. દંપતી સહિત એક શખ્સોના ધમકી આપી પૈસા પડાવવાના કારસ્તાનથી કંટાળી ગયેલા વેપારી યુવાન આખરે પોલીસના શરણે ગયો હતો. પોલીસે યુવાન પાસેથી પુરાવા મેળવી વેપારી યુવાનના નિવેદનના આધારે મહિલા સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsHoney Trap Casehoney trap incidentJamnagarJamnagar Honey TrapJamnagar latest NewsJamnagar NewsLatest Gujarati Newsthreat to make photos viralwoman traps businessman in love trap
Next Article