Jamnagar: 'અમને ચોખ્ખું પાણી આપો', રોગચાળા વચ્ચે નળમાંથી ગંદુ પાણી આવતાં મહિલાઓનો ઉગ્ર વિરોધ!
- Jamnagar: ફાટી નીકળેલા રોગચાળા વચ્ચે ગંદા પાણીની ફરિયાદ
- પટેલ કોલોની વિસ્તારની મહિલાઓએ એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો
- નળ વાટે આવતા પાણી સાથે ગટરનું પાણી મિશ્ર થતુ હોવાની ફરિયાદ
Jamnagar: હાલ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. એક તરફ હોસ્પિટલ દર્દીઓ (Patients) થી ઉભરાઈ રહી છે, તો બીજી તરફ શહેરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તાર (Patel Colony area) માં નળમાંથી ગંદા અને ગટરના મિશ્રણવાળા પાણીની સપ્લાય થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈ મહાનગરપાલિકા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
'ગટરનું ગંદુ પાણી નળમાં આવે છે!'
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી (Wastewater) મિશ્ર થઈને આવી રહ્યું છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આજે રોષે ભરાયેલી મહિલાઓએ ગંદા પાણીના નમૂના બતાવીને તંત્રને આજીજી કરી હતી કે અમને ચોખ્ખુ પાણી આપો.
આ પણ વાંચોઃ Kheda: '3 દિવસે એક વખત મળે છે પાણી', પાણીની સમસ્યા અંગે મહિસાના ગ્રામજનોએ શું કહ્યું?
Jamnagar સિવિલ હોસ્પિટલની સ્થિતિ
જામનગરની જી.જી. હોસ્પિટલ (Jamnagar GG Hospital) અત્યારે દર્દીઓથી છલકાઈ છે. સામાન્ય દિવસો કરતા અત્યારે ઓપીડીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. મળતી જાણકારી અનુસાર, દરરોજ આશરે 2,000 થી 3,000 દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડી અને બદલાતા વાતાવરણને કારણે વાયરલ લોડ વધ્યો છે. તબીબોના મતે, હાલમાં તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
બચાવ માટે તબીબી સલાહ
રોગચાળાની આ સ્થિતિમાં તબીબોએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે પાણી ઉકાળીને પીવું જોઈએ અને તાજો તેમજ ગરમ ખોરાક લેવો જોઈએ. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની વિશેષ કાળજી લેવી જરૂરી છે. પ્રદૂષિત પાણી અને મચ્છરોનો ઉપદ્રવ આ રોગચાળાને વધુ વકરાવી રહ્યો છે, જેની સામે મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે ફોગિંગ અને પાઇપલાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ Jamnagar માં વાયરલ રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ


