Jamnagar News: જામનગરમાં ગ્રીન કવર વધારવા તંત્ર સજ્જ, 5 લાખ રોપાઓ વાવવાનો લક્ષ્યાંક
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અમૃત 2.0 યોજના હેઠળ શહેરમાં અત્યાર સુધી હજારો વૃક્ષો વવાયા છે, જ્યારે જૂનથી સપ્ટેમ્બર 2026 દરમિયાન 5 લાખ રોપાઓ વાવવાનો લક્ષ્યાંક છે. આ પ્રસંગે નાગરિકોને મફત રોપાઓ અપાયા હતા અને ટ્રીમીંગનું લાકડું સ્મશાનગૃહોને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું હતું.
Advertisement
World Environment Day celebrated in Jamnagar: પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણી માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ અવસર નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જામનગર શહેરને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે.

