Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: મેલેરિયા વિભાગના અધિકારીએ કરોડોની મિલકત કેવી રીતે વસાવી? ACBની તપાસમાં મોટો ખુલાસો

Junagadh: જૂનાગઢ મનપાના મેલેરિયા વિભાગના અધિકારી પાસેથી રૂ. 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા ACBએ ગુનો નોંધ્યો છે. 2 જૂન 2020 મળેલ અરજીના આધારે ACB એ તપાસ હાથ ધરી હતી જેમાં 12 વર્ષનો હરસુખ રાદડિયાના આવક જાવક ચેકનો હિસાબ ચકાસાયો હતો ત્યારે મેલેરિયા અધિકારીની કરોડોની કાળી કમાણી જોઈ ACBના અધિકારીઓ પણ ચોંક્યા હતા. જાણો તપાસમાં વધુમાં શું ખુલાસા થયા?
junagadh  મેલેરિયા વિભાગના અધિકારીએ કરોડોની મિલકત કેવી રીતે વસાવી  acbની તપાસમાં મોટો ખુલાસો
Advertisement
  • જૂનાગઢમાં (Junagadh) ભ્રષ્ટાચારીઓ પર ત્રાટકી ACB
  • મનપાના મેલેરિયા વિભાગના અધિકારી હરસુખ રાદડિયા સામે ગુનો
  • હરસુખ રાદડિયા પાસે 1.74 કરોડની અપ્રમાણસર મિલકત
  • આવક અને ખર્ચની તપાસમાં 62.8% મિલકત વધુ હોવાનું આવ્યું સામે
  • જૂન 2020માં મળેલી અરજીના આધારે ACBએ 12 વર્ષનો હિસાબ ચકાસ્યો
  • હરસુખ રાદડિયાની મિલકતો જોઈને ACBના અધિકારીઓ ચોંક્યા

Junagadh: ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાંને વેગ મળ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના (JMC) મેલેરિયા વિભાગના અધિકારી હરસુખ રાદડિયા સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હરસુખ રાદડિયા હાલ બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Junagadh-Malaria Officer-Gujarat first

Advertisement

મનપાના મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે ગુનો

ACBની તપાસમાં ખુલ્યું છે કે, 2009થી 2021 સુધીના 12 વર્ષના સમયગાળામાં હરસુખ રાદડિયાએ તેમની કાયદેસર આવક કરતાં 62.8 ટકા વધુ મિલકત વસાવી છે. આ અપ્રમાણસર મિલકતનું મૂલ્ય આશરે રૂ. 1.74 કરોડ છે. આવક અને ખર્ચની વિગતવાર ચકાસણીમાં આ તથ્ય સામે આવ્યું છે, જેનાથી ACBના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થયા હતા.આ મામલાની શરૂઆત 2 જૂન 2020માં મળેલી એક અરજીથી થઈ હતી. અરજીના આધારે ACBએ પ્રાથમિક તપાસ હાથ ધરી અને હરસુખ રાદડિયાના આવક-જાવકનો હિસાબ ચકાસ્યો. તપાસમાં મિલકતોની વિગતો જોઈને અધિકારીઓ ચોંક્યા હતા.

Advertisement

Junagadh-Malaria Officer-Gujarat first

 કેસમાં વધુ તપાસ ચાલુ

 આ કેસમાં હવે વધુ તપાસ ચાલુ છે, જેમાં મિલકતોની જપ્તી અને અન્ય કાનૂની કાર્યવાહીની શક્યતા છે.ગુજરાતમાં ACBની આવી કાર્યવાહીઓથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવી રહ્યો છે.

આ પણ વાંચો:  રાજ્ય પોલીસ વડાના સસ્પેન્સ વચ્ચે મહત્વના સમાચાર, DGP Vikas Sahay કેમ મુખ્યમંત્રીને મળવા પહોચ્યા?

Tags :
Advertisement

.

×