ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : સાધુઓની રવાડી જોવા આવેલી વિદેશી યુવતી સાથે યુવકે કરી છેડતી અને પછી..! જુઓ Video

વાઇરલ વીડિયોમાં વિદેશી મહિલાની છેડતી કરતો એક યુવક નજરે પડે છે. છેડતી કરનાર યુવકને મહિલાએ મુક્કા માર્યા હતા.
05:46 PM Feb 27, 2025 IST | Vipul Sen
વાઇરલ વીડિયોમાં વિદેશી મહિલાની છેડતી કરતો એક યુવક નજરે પડે છે. છેડતી કરનાર યુવકને મહિલાએ મુક્કા માર્યા હતા.
Junagadh_gujarat_first
  1. Junagadh માં ભવનાથના મેળાને કલંકિત કરતી ઘટના!
  2. ભવનાથના મેળામાં વિદેશી મહિલાની યુવકે છેડતી કરી
  3. વિદેશી યુવતીએ છેડતી કરનારા યુવકને ચખાડ્યો મેથીપાક
  4. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો

જુનાગઢમાં (Junagadh) ભવનાથનાં મેળાને કલંકિત કરતી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં વિદેશી મહિલાની છેડતી કરતો એક યુવક નજરે પડે છે. છેડતી કરનાર યુવકને મહિલાએ મુક્કા માર્યા હતા. મેળા દરમિયાન, સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળી ત્યારે આ ઘટના બની હોવાનાં અનુમાન છે. જો કે, સોશિયલ મીડિયા પર વાઇરલ આ વીડિયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો - Fake Currency Scam : 1 લાખ આપો 5 લાખ લઈ જાઓ..! સો. મીડિયા પર Video જોઈ ભેરવાઈ ન જતા!

રવાડી દરમિયાન વિદેશી યુવતીની છેડતી, મહિલાએ યુવકને મેથીપાક ચખાડ્યો

જુનાગઢ જિલ્લામાં (Junagadh) આવેલા ભવનાથ ખાતે શિવરાત્રિ નિમિત્તે મહામેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભવનાથ (Bhavnath Fair) ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, સાધુ-સંતોની રવાડી નીકળી હતી અને ત્યાર બાદ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. સાધુઓની રવાડીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઊમટી હતી. દેશ-વિદેશથી લોકો અહીં આવ્યા હતા. જો કે, આ દરમિયાન ખૂબ જ શરમનાક ઘટના બની હતી. ત્યારે, એક યુવકે વિદેશી યુવતીની છેડતી કરી હતી.

આ પણ વાંચો - ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગ દ્વારા અપાયું યલો એલર્ટ

રવાડીની પરંપરા જોવા અનેક વિદેશીઓ પણ આવ્યા હતા

સાધુઓની રવાડી નીકળી ત્યારે ત્યાં હાજર એક વિદેશી યુવતી સાથે યુવકે અભદ્ર વ્યવહાર કર્યો હતો. આથી, વિદેશી યુવતીએ છેડતી કરનારા યુવકને મુક્કા મારી મેથીપાક ચખાડ્યો હતો. સાધુઓની રવાડી નીકળી ત્યારે આ ઘટના બની હોવાનાં અનુમાન છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેનાં પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી. જણાવી દઈએ કે, જુનાગઢનાં (Junagadh) ભવનાથમાં મેળા દરમિયાન રવાડીની પરંપરાને જોવા માટે અનેક વિદેશીઓ પણ આવ્યા હતા.

આ પણ વાંચો - VADODARA : શ્રી નારાયણ વિદ્યાલય શરૂ કરવા માંગ, વાલી-વિદ્યાર્થીના ધરણાં

Tags :
Bhavnath FairForeign Woman molested by Man VideoGUJARAT FIRST NEWSJunagadhMahashivratriMrigikundRavadiTop Gujarati Newsviral video
Next Article