Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Saurashtra AAP ને મોટો ઝટકો: પાયાના નેતા ભાવેશ કાતરીયાએ પક્ષને કર્યા રામ-રામ

Bhavesh Katariya Resignation: જૂનાગઢ (Junagadh) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. પક્ષના પાયાના નેતા અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરીયાએ (Bhavesh Katariya) પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પાર્ટી માત્ર ભાજપને (BJP) ફાયદો કરાવવા માંગે છે અને પક્ષમાં આંતરિક લોકશાહીનો અભાવ છે.
saurashtra aap ને મોટો ઝટકો  પાયાના નેતા ભાવેશ કાતરીયાએ પક્ષને કર્યા રામ રામ
Advertisement
  • Saurashtra AAP ના વધુ એક મોટા નેતાનું રાજીનામું
  • જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો
  • સૌરાષ્ટ્રમાં AAPના પાયાના નેતા ભાવેશ કાતરીયાનું રાજીનામું
  • પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરીયાએ આપ્યું રાજીનામું
  • પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર ભાજપને ફાયદો કરાવાનો છેઃ કાતરીયા
  • AAPની આંતરિક બાબતો લોકશાહી ઢબની ન હોવાનો આક્ષેપ
  • ગુજરાતના ભવિષ્ય માટે AAP યોગ્ય ન હોવાનો પણ કર્યો આક્ષેપ

Saurashtra AAP: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના (Saurashtra AAP) રાજકારણમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના (Junagadh) દિગ્ગજ નેતા અને AAPના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી (State Joint Secretary) ભાવેશ કાતરીયાએ (Bhavesh Katariya) પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું (Resignation) આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

પાયાના નેતાની વિદાયથી મુશ્કેલી વધશે

ભાવેશ કાતરીયા એ નેતા છે જેમણે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને ઉભી કરવામાં અને સંગઠન મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના જવાના કારણે આગામી સમયમાં પાર્ટીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પાયાના કાર્યકરોમાં ભાવેશ કાતરીયાની પકડ મજબૂત હોવાથી આ રાજીનામું AAP માટે મોટો ફટકો (Big Blow) માનવામાં આવે છે.

Advertisement

Advertisement

પાર્ટીના ઉદ્દેશ્ય પર ગંભીર સવાલો

રાજીનામું આપતાની સાથે જ ભાવેશ કાતરીયાએ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય હવે જનતાની સેવા કરવાનો રહ્યો નથી, પરંતુ માત્ર ભારતીય જનતા પાર્ટીને (Bharatiya Janata Party) ફાયદો કરાવવાનો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય (Future of Gujarat) માટે આ પાર્ટી જરા પણ યોગ્ય નથી.

આંતરિક લોકશાહીનો અભાવ હોવાનો આક્ષેપ

ભાવેશ કાતરીયાએ પક્ષની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, AAP ની આંતરિક બાબતો લોકશાહી (Democracy) ઢબની રહી નથી. પક્ષમાં સાચો લોકશાહી પ્રેમી સહન ન કરી શકે તેવી બાબતો બની રહી છે. જે નેતાઓ અને કાર્યકર્તાઓએ લોહી-પરસેવો એક કરીને પાર્ટીને ઉભી કરી છે, તેમની અવગણના કરવામાં આવતી હોવાનો સુર પણ તેમના શબ્દોમાં જોવા મળ્યો હતો.

ગુજરાત વિધાનસભા અને અન્ય સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ રીતે પાયાના નેતાઓનું પક્ષ છોડવું એ AAP માટે ચિંતાનો વિષય છે. ભાવેશ કાતરીયાના રાજીનામા બાદ હવે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં અન્ય કાર્યકરો પણ પક્ષ છોડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Rajubhai Karpada Exclusive Interview: રાજુ કરપડાનો અત્યાર સુધીનો સૌથી સ્ફોટક ઈન્ટરવ્યુ, ખોલ્યા AAP પાર્ટીના રાઝ

Tags :
Advertisement

.

×