Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા, જાણો કેટલા સ્પર્ધકો ભાગ લેશે

Junagadh: જુનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં રમત ગમત વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાઈ છે. તથા 11 જિલ્લામાંથી 1115 સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લેવાના છે. તથા 1377માંથી ડોક્યુમેન્ટની અપૂર્તતાને લીધે 259 ફોર્મ રદ થયા છે. આગામી 4 જાન્યુઆરીએ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાનાર છે. ત્યારે રમત ગમત વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
junagadh  અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા  જાણો કેટલા સ્પર્ધકો ભાગ લેશે
Advertisement
  • Junagadh: રમત ગમત વિભાગ દ્વારા તમામ તૈયારી કરાઈ પૂર્ણ
  • 11 જિલ્લામાંથી 1115 સ્પર્ધક સ્પર્ધામાં લેવાના છે ભાગ
  • 1377માંથી ડોક્યુમેન્ટની અપૂર્તતાને લીધે 259 ફોર્મ રદ

Junagadh: જુનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં રમત ગમત વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાઈ છે. તથા 11 જિલ્લામાંથી 1115 સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લેવાના છે. તથા 1377માંથી ડોક્યુમેન્ટની અપૂર્તતાને લીધે 259 ફોર્મ રદ થયા છે. આગામી 4 જાન્યુઆરીએ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાનાર છે. ત્યારે રમત ગમત વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગિરનારને સર કરવા સ્પર્ધકો પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે

ગિરનારને સર કરવા સ્પર્ધકો પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માટે 30 જિલ્લામાંથી 1377 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાં ડોક્યુમેન્ટની અપૂર્તતાને લીધે 259 જેટલા ફોર્મ રદ થયા છે. હવે 11 જિલ્લામાંથી 1115 સ્પર્ધક ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામા ભાગ લેશે. આ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથીયા તેમજ બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથીયા ચડવા અને ઊતરવાના રહે છે. ગુજરાત તેમજ દેશભરના વિવિધ રાજયોના યુવાનોમાં જુસ્સો અને સાહસ જગાડનારી તેમજ કઠોર અને ખડતલ એવી ગરવા ગિરનાર ખાતે પ્રતિવર્ષ યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા રાજયકક્ષાની આગામી તા. 4 જાન્યુઆરીના યોજવામાં આવનાર છે.

Advertisement

Gujarat, Girnar, Junagadh, Participate

Advertisement

Junagadh: સ્પર્ધાને લઈ યુવાનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે

આ સ્પર્ધાને લઈ યુવાનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. રાજયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધામાં આ વર્ષે 1115 સ્પર્ધકો ગિરનારને આંબવા દોટ લગાવશે. રાજય કક્ષાની સ્પર્ધા યોજાયા બાદ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાશે. દરમ્યાન આગામી તા.4 જાન્યુઆરીએ યોજાનારી ગિરનાર આરોહણ સ્પર્ધા માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આગામી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાઓને લઈને તંત્ર દ્વારા 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2025-26 માટે પસંદગી પામેલા ખેલાડીઓની યાદી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે.

વિજેતા શ્રેણી મુજબ ઈનામ વિતરણ કરવામાં આવશે

આગામી 4 જાન્યુઆરીએ તમામ સ્પર્ધકો ગિરનારને આંબવા માટે હરણફાળ ભરશે. આ સ્પર્ધાને સફળ બનાવવા જુનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાના માર્ગદર્શનમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં બહેનો માટે માળી પરબની જગ્યા સુધી અને ભાઈઓ માટે અંબાજી સુધીની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પસંદગી પામેલા 1115 સ્પર્ધકો પૈકી જે સ્પર્ધકો વિજેતા થશે તેમને વિજેતા શ્રેણી મુજબ ઈનામ વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat: HUDA રદ કરવા અંગે રાજ્ય સરકારે કર્યો પત્ર, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×