Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનો DGP ને પત્ર, લગાવ્યા આ ગંભીર આરોપ!

બાબરા મામલતદારે દારૂડિયાના ત્રાસ અંગે પોલીસને પત્ર પાઠવ્યો હતો તે બાબતે વીરજી ઠુમ્મરે પત્ર લખ્યો છે અને...
amreli   પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનો dgp ને પત્ર  લગાવ્યા આ ગંભીર આરોપ
Advertisement
  1. Amreli નાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનાં પત્રથી ખળભળાટ!
  2. E-KYC માં કોણ કેફી પીણું પીને આવે છે ? પત્ર થકી માગ્યો જવાબ
  3. મામલતદારે દારૂડિયાનાં ત્રાસ અંગે પોલીસને લખ્યો હતો પત્ર
  4. પોલીસ અને ખાણ ખનીજને એક દુકાનેથી હપ્તો ચૂકવાય છે : પૂર્વ સાંસદ

અમરેલીનાં (Amreli) પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનાં એક પત્રે ફરી એકવાર રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. આ વખતે પૂર્વ સાંસદે (Former MP Veerji Thummar) DGP ને પત્ર લખી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. બાબરા મામલતદારે દારૂડિયાના ત્રાસ અંગે પોલીસને પત્ર પાઠવ્યો હતો તે બાબતે વીરજી ઠુમ્મરે પત્ર લખ્યો છે અને સાથે જ DGP ને પાઠવેલો પત્ર ડસ્ટબિનમાં ન નાખવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી મિલાપ પટેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા! આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ

Advertisement

E-KYC કામગીરી દરમિયાન કોણ કેફી પીણું પીને આવે છે ? માગ્યો જવાબ

અમરેલીનાં (Amreli) પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર તેમનાં નિવેદનોનાં કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હવે પૂર્વ સાંસદ ફરી એકવાર પત્રને લઈ ચર્ચામાં આવ્યા છે. માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા બાબરાનાં (Babra) મામલતદારે દારૂડિયાનાં ત્રાસને લઈ પોલીસને એક પત્ર પાઠવ્યો હતો, તે બાબતે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે DGP ને પત્ર લખ્યો છે. આ પત્ર થકી E-KYC ની કામગીરીમાં કોણ કેફી પીણું પીને આવે છે ? તેની તપાસ કરી જવાબ માગ્યો છે. જણાવી દઈએ કે, KYC ની કામગીરી દરમિયાન દારૂડિયા દ્વારા ગાળો આપવામાં આવતી હોવાનાં મામલતદારનાં અખબારી પ્રેસ કટીંગ સાથે વીરજી ઠુમ્મરે ડીજીપીને આ પત્ર લખ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat: કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર નિ:શુલ્ક લઇ જવાશે

પોલીસ અને ખાણ ખનીજને એક જ દુકાનેથી હપ્તો ચૂકવાય છે : પૂર્વ સાંસદ

આ સાથે પૂર્વ સાંસદે (Former MP Veerji Thummar) પત્રમાં આરોપ લગાવ્યો કે, અમરેલીમાં પોલીસ (Amreli Police) અને ખાણ ખનીજનો હપ્તો એક દુકાનેથી ચૂકવવામાં આવે છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, DGP ને પાઠવેલા પત્રને ડસ્ટબીનમાં ન નાખવામાં આવે. સાથે જ આ મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી. પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનાં આ પત્રથી ફરી એકવાર રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - BZ Group Scam : મયુર દરજીની અરજી પર સુનાવણી, રૂ. 4 કરોડથી વધુ ઉઘરાવ્યાંનો ઘટસ્ફોટ!

Tags :
Advertisement

.

×