Visavadar by Election - ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં : કિરીટ પટેલ
- વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો
- ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ થયા ભાવુક
- સહકારી બેંકોમાં ઉચાપત મુ્દે મેમ્બરો નિર્દોષ હોવાનો કર્યો દાવો
Visavadar by Election : જૂનાગઢ વિસાવદર પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ ભાવુક થયા છે. જેમાં સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા કિરીટ પટેલ ભાવુક થયા હતા. જેમાં ખેડૂતોને રિઝવવાની કોશિશ કરતાં કિરીટ પટેલે જણાવ્યું હતુ કે સહકારી બેંકોમાં ઉચાપત મુ્દે મેમ્બરો નિર્દોષ હોવાનો દાવો કર્યો છે તેમજ જણાવ્યું છે કે "ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં".
વિસાવદરની પેટાચૂંટણીના પ્રચારમાં ભાવુક થયા ભાજપના ઉમેદવાર
સ્વ.વિઠ્ઠલ રાદડિયાને યાદ કરીને કિરીટ પટેલ થયા ભાવુક
"સારવાર માટે અમેરિકા જતા વિઠ્ઠલભાઈએ ખેડૂતોની કરી વાત"
"વિઠ્ઠલભાઈએ કહ્યું, હું આવુ કે ન આવુ, મારા ખેડૂતોનું ધ્યાન રાખજો"
હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક રૂપિયો પણ ન… pic.twitter.com/i5GlJEbIvj— Gujarat First (@GujaratFirst) June 4, 2025
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા ભાજપના કિરીટ પટેલ ભાવુક થયા હતા. જેમાં પોતાના પ્રચાર કાર્યક્રમમાં ખેડૂતોને રીઝવવાની કોશિશ કરતા બીજેપી ઉમેદવારે જણાવ્યું છે કે સહકારી બેંકોમાં થતા નાણાં ઉચાપત મુદ્દે ખુદ તથા પ્રમુખો અને કમિટી મેમ્બરો નિર્દોષ છે. હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક રૂપિયો પણ ન લઉં. સહકારી બેંકોમાં ખેડૂતોની ખોટી સહી કરી રકમ ઉપાડી લીધી એવા છેતરપિંડી કરનારાને કડક સજા થશે. મંડળીઓના પ્રમુખ અને કમિટી મેમ્બરોએ કોઈ ખોટું કામ નથી કર્યું એની હું જાહેરમાં ખાતરી આપું છુ. પરંતુ જે ખોટું થાય એમાં જવાબદારી એમની પણ છે.
વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે
ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ભાજપે આ બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકીટ આપી છે. ત્રણેય પાર્ટીઓએ વિસાવદર બેઠક પર જીતના દાવા કર્યા છે. ગત ઇલેક્શનમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા પરંતુ તેઓ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી બન્નેમાં રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી.
આ પણ વાંચો : Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર