Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરળતા, મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરળતા, નિખાલસતા, અને સંવેદના સભર સ્વભાવ સાસણના લોકો, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીને હૃદયમાં સ્પર્શી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ગઈકાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રીએ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં તેઓ લોકોને મળ્યા હતા.
gujarat  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરળતા  મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ
Advertisement
  • Gujarat: સાસણમાં સીએમ કોમન મેન" બની સ્થાનિકજનોને મળ્યા
  • સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત
  • બજારમાં સ્થાનિક લોકોની વચ્ચે જઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ચા પીધી

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરળતા, નિખાલસતા, અને સંવેદના સભર સ્વભાવ સાસણના લોકો, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીને હૃદયમાં સ્પર્શી ગયા હતા.

CM જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ગઈકાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રીએ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં તેઓ લોકોને મળ્યા હતા.

Advertisement

Advertisement

CM હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા

એટલું જ નહીં તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિ વાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતુ. ત્યાંથી આગળ વધીને મુખ્યમંત્રી માર્ગમાં લોકોને મળ્યા, લોકોના ખબર અંતર પૂછી તેમની સાથે વાતચીત પણ કરી. વડાપ્રધાનની સાસણની મુલાકાત બાદ સાસણમાં સતત પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે.

Gujarat: સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યુ છે

સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યુ છે અને તેની સાથે સિંહ સંવર્ધનમાં સૌની સહભાગીતા સહિતની ગૌરવભરી ગાથા જાણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ રાજીપો વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ વિદ્યાર્થીઓ-બહેનો સાથે પણ સંવાદ કરીને તેમને શુભકામના પાઠવી હતી. પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મળીને લોક લાગણીને સ્વીકારી મુખ્યમંત્રીએ તેમની સાથે બેસીને ચા પણ પીધી હતી.

આ પણ વાંચો: Jamnagar: પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિનો દાવો

Tags :
Advertisement

.

×