Junagadh: CM ભૂપેન્દ્રભાઈ પટેલે ભવનાથ મહાદેવની શ્રદ્ધાભાવ સાથે કરી પૂજા અર્ચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢના ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ગિરનાર તળેટીમાં યોજાયેલા મેળાના અંતિમ દિવસે મૃગીકુંડ અને અખંડ ધુણાના દર્શન કરી સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે અનેક રાજકીય મહાનુભાવો અને સંતોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
Advertisement
- Junagadh: CM ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
- ગિરનારની તળેટીમાં સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા
- પવિત્ર મૃગીકુંડ અને અખંડ ધુણાના ભાવપૂર્વક દર્શન કર્યા
- મુખ્યમંત્રીએ શિવરાત્રી મેળામાં આવેલા શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું
Junagadh Mahashivratri Mela 2026: મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં શિવમય વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ગરવા ગિરનાર (Girnar) ની ગોદમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવ (Bhavnath Mahadev) ના સાનિધ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) એ શ્રદ્ધાપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી. આ ધાર્મિક પ્રસંગે તેમની સાથે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા (Kaushikbhai Vekariya) પણ જોડાયા હતા.

